- ક્રિકેટરોએ તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ: સ્ટોક્સ
- ભારતમાં ટર્નિંગ વિકેટ ચર્ચાનો વિષય
- મોટેરાના મેદાનની પીચ કેવી રીતે વર્તશે તે જોવું રહ્યું: સ્ટોક્સ
અમદાવાદ: ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે કહ્યું કે, ટેસ્ટ ખેલાડીઓએ ભારતના સ્પિનરોની મદદગાર પીચ વિશેની ચર્ચાને અવગણીને તમામ પ્રકારની પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર હોવું જોઈએ.
ભારત એવું સ્થળ, જ્યાં વિદેશી બેટ્સમેનો માટે સફળતા હાંસલ કરવી ખૂબ મુશ્કેલ
સ્ટોક્સે પોતાની કોલમમાં લખ્યું કે, એક ટેસ્ટ બેટ્સમેન હોવું મતલબ કે, તમારે દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. ભારત એક એવું સ્થળ છે જ્યાં વિદેશી બેટ્સમેનો માટે સફળતા હાંસલ કરવી ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ તે ઇંગ્લેન્ડમાં પણ થાય છે અને આ પડકાર એ રમતનો ભાગ છે અને તેથી જ અમે તેને પસંદ કરીએ છીએ.
ભારતમાં ટર્નિંગ વિકેટ ચર્ચાનો વિષય
વર્તમાન સિરીઝ દરમિયાન ભારતમાં ટર્નિંગ વિકેટ ચર્ચાનો વિષય બની છે અને માઇકલ વાન જેવા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓએ પ્રશ્રો ઉઠાવ્યા છે કે, શું આવી વિકેટ ટેસ્ટ ક્રિકેટ માટે આદર્શ છે.
મોટેરાના મેદાનની પીચ કેવી રીતે વર્તશે તે જોવું રહ્યું
સ્ટોક્સે કહ્યું, "તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય હશે. આ નવું મેદાન છે અને તે ખૂબ સારું લાગી રહ્યું છે પરંતુ કોઈને ખબર નથી કે તેની પીચ કેવી રીતે વર્તશે. અમારો સારો સ્પિન વિભાગ છે પરંતુ આશા છે કે પરિસ્થિતિઓ એવી હશે કે ઝડપી બોલરોથી તેમને મદદ કરશે."