અરજદાર સંજીવ ભટ્ટના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે સંજોગો બદલાઈ ચુક્યાં છે અને જામીન અરજીમાં કેટલાક મુદા અને તથ્યો એવા છે કે જેના પર અગાઉ સુનાવણી થઈ શકી નથી, જેથી હાઈકોર્ટ સતાનો ઉપયોગ કરી પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની જામીન અરજી પર ફરીવાર સુનાવણી કરે. NDPS કેસને લઈને હાઈકોર્ટના ઓર્ડરને સુપ્રિમમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે પણ સર્વોતમ ન્યાયલયે ગુણદોષમાં ગયા વગર ચુકાદો આપ્યો હતો. સંજોગો અને કેટલાક તથ્યો કે જેમને અગાઉની સુનાવણીમાં ધ્યાનમાં રખ્યા નથી તેના પર કોર્ટે સુનાવણી મુદે સહમતિ દર્શાવી છે. આ સમગ્ર દલીલ દરમ્યાન સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ પણ હાજર રહ્યાં હતા.
અરજદારના વકીલ વાતચીત કરતા જણાવ્યું હતું કે જામનગર કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સંજીવ ભટ્ટના જમીન ફગાવી દેવામાં આવ્યા છે પરંતુ 1996ના આટલા જૂના કેસમાં જામીન અરજી પણ આટલી જ મહત્વપૂર્ણ છે અને આગામી દિવસોમાં 1996ના કેસમાં જ્યૂડિયશલ કસ્ટડી રાખી શકાય નહિ. ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફગાવવાના નીચલી કોર્ટના આદેશને પડકાર્યો છે. આગામી દિવસોમાં બંને કેસમાં સુનાવણી હાથ ધરાશે.