અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કલ્યાણ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ તિવારી રાધાસ્વામી રોડ પર ગણેશ ડેરી ફાર્મ નામની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં રોજ વહેલી સવારે અમૂલ કંપનીની ટ્રક આવીને દૂધ અને છાશના કેરેટ મૂકીને જતી રહે છે.
દુકાન પર એક માણસ રાખવામાં આવ્યો છે. જે માણસ સવારે લોકોને દૂધ અને છાશ વેચે છે.ગત 26મીએ સવારે ત્રણ લોકો રિક્ષામાં આવ્યા હતા. આ ત્રણ લોકોએ દૂધ અને છાશના 11 કેરેટ રિક્ષામાં ભરી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.