ETV Bharat / state

Theft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી, અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારો - કાલુપુરમાં વિજય કો ઓપ બેંક

અમદાવાદ શહેરના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપ(Vijay Co Op Bank in Kalupur) બેંકમાં 9 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી. દરિયાપુર પોલીસે CCTV ફૂટેજના આધારે બેંકમાં ચોરી કરનાર બે આરોપીઓની(Theft incident in Ahmedabad ) ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે ચોરી કરનાર બેંકનો જ પ્યુન અને તેનો મિત્ર હતો.

Theft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી,  અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારો
Theft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી, અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારોTheft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી, અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારો
author img

By

Published : Jan 12, 2022, 5:21 PM IST

અમદાવાદઃ શહેરના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપ બેંકમાં (Vijay Co Op Bank in Kalupur) વર્ષના અંતિમ દિવસે 9 લાખથી વધુની ચોરીની ઘટના (Theft incident in Ahmedabad )બની હતી. દરિયાપુર પોલીસે CCTV ફૂટેજના આધારે બેંકમાં ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે ચોરી કરનાર બેંકનો જ પ્યુન અને તેનો મિત્ર હતો. જેઓએ ગોવામાં કસીનોમાં થયેલી હાર, સ્પાના બિઝનેસ અને મહિલા મિત્ર માટે કરી હતી 9 લાખથી વધુની(Incident of theft in Vijay Co Op Bank) ચોરી કરી હતી.

નવા વર્ષની શરૂઆત થતા પહેલા જ ચોરીનો માસ્ટર પ્લાન

પોલીસ કસ્ટડીમાં(Ahmedabad City Police) ઊભેલા આ બંને આરોપીઓના નામ છે વિમલ પટેલ અને જાવીદ સંધી. પકડાયેલા બંને આરોપીઓને બેંક ચોરીના ગુનામાં ઝડપવામાં આવ્યા છે. આ ચોર ટોળકી એ ગુનાને અંજામ આપવા માટે નવા વર્ષની શરૂઆત થતા પહેલા જ ચોરીનો માસ્ટર પ્લાન કેવી રીતે બનાવ્યો હતો. ? તે અંગે પોલીસે પૂછપરછ કરી તો ખુદ પોલીસ ચોકી ગઈ. કેમ કે પકડાયેલ આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો અને જુગાર રમવાનો શોખીન હતો. જેથી ગોવામાં કસીનોમાં જુગાર રમતા ગયા તેમાં દેવું કરી ચૂક્યો હતો. જેને પગલે દેવું ચૂકવવા માટે બેંક ચોરીનો પ્લાન કર્યો હતો અને કાલુપુર વિસ્તારમાં આવેલી વિજય કો-ઓપરેટિવ બેંકમાં ચોરી કરી હતી.

આરોપીઓ પોલીસ કસ્ટડી

અગાઉ થી CCTV પણ બંધ કરી નાખ્યા

આરોપી વિમલ પટેલ ઘણા સમયથી વિજય કો ઓપરેટિવ બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતો જેથી રોકડ રકમ ક્યાં રહેતી તેનો ખ્યાલ હતો. પરંતુ પોતે ચોરી કરવા જાય તો પકડાઈ જવાની બીક રહેતી જેને કારણે વિમલે જાવીદને પોતાના પ્લાનમાં સામેલ કર્યો અને આ પ્લાન બનાવી વિમલે બેંકમાં હથોડી, બેકની ચાવીઓ પણ જાવીદ ને આપી. એટલુંજ નહિ જાવીદ પકડાય નહિ તે માટે વિમલે ચાલાકી વાપરી અગાઉ થી CCTV પણ બંધ કરી નાખ્યા હતા. બીજી તરફ ચોરી કરતા સમયે આરોપી જાવીદ એક જ બેગ લઈ ગયો હોવાથી બેંકમાં અમુક રોકડ ચોરી પડેલી બાકીની રકમ ભરી શક્યો નહોતો અને માત્ર નવ લાખ રૂપિયાની રોકડ બેગમાં આવતા તે લઈ રવાના થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Absconding Accused Caught in Ahmedabad : 19 વર્ષથી હત્યામાં ગુનામાં ફરાર આરોપી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપાયો

સ્પાનો બિઝનેસ શરૂ કરવા રૂપિયાની જરૂર

બાદમાં બન્ને આરોપીઓ ચોરી કરેલા રૂપિયા લઈને ગોવામાં કેસીનોમાં જુગાર રમવા ગયા. જ્યાં આરોપી જાવીદને અગાઉ સ્પા ચલાવતો હોવાથી ફરીથી આ ધંધામાં પડવું હોવાથી રૂપિયાની જરૂરિયાત હોવાથી ચોરીમાં સામેલ થયો. એટલું જ નહીં આરોપી જાવીદ સંધી વિરુદ્ધ અગાઉ ગુનાઓ ઓન દાખલ થયેલા છે જેમાં સ્પા સેન્ટરમાં રેડ થઈ હતી. તેમ છતાં ફરી સ્પાનો બિઝનેસ શરૂ કરવા રૂપિયાની જરૂર ઉભી થતા જાવીદ એ તેની મહિલા મિત્ર પાસે લાખો રૂપિયા પણ લીધા અને આ રૂપિયા ચુકવવા વિમલની મદદ કરી. એક તરફ ગોવામાં કસીનોમાં હાર અને મહિલા મિત્રને આપવાના નીકળતા રૂપિયાએ આ બંનેને ચોરીનો અંજામ આપવા મજબુર કરી દીધા હતા. આરોપીઓ પાસેથી બે લાખ પોલીસે કબ્જે કર્યા.જ્યારે કેટલાક રૂપિયા મહિલા મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.

ક્રાઇમ સબંધિત વેબ સિરીઝ જોઈ આવા ક્રાઇમને અંજામ આપ્યો - પોલીસ

પોલીસે ચોરી અંગે તપાસ કરતા CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં સ્પષ્ટપણે આરોપી પોતાના વાહનમાં બેગ લઈને જતો નજરે પડયો હતો. જેના આધારે પોલીસે શહેરના સંખ્યાબંધ CCTV ફૂટેજની તપાસ કરતા આરોપી સુધી પહોંચવામાં ખૂબ જ મદદ મળી રહી હતી. હાલ તો પોલીસે 2 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ત્યારે ક્રાઇમ સબંધિત વેબ સિરીઝ જોઈ આવા ક્રાઇમને અંજામ આપતા હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આ ઘટનામાં એ વાત નક્કી છે કે આરોપીઓએ ગોવામાં કસીનોમાં હારી જતા અને ફરી એક વખત મહિલા મિત્રના સંપર્કમાં આવી મોટું સ્પા સેન્ટર ખોલવાના ઈરાદે આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad firing with robbery case solved : ફિલ્મી સ્ટાઈલે લૂંટ અને ફાયરિંગનો બનાવ GPS ના કારણે 24 કલાકમાં ઉકેલાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.