અમદાવાદ: પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીનું રાણીપમાં આવેલું ઘર જ સુરક્ષિત નથી, કારણ કે તેમના ઘરમાં રૂપિયા 9.90 લાખની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે તેમના દીકરા મેહુલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના ઘરે ચોરી, શંકાના આધારે ઘરઘાટીની અટકાયત - અમદાવાદના સમાચાર
સુરક્ષિત ગુજરાતના દાવા કરનારી સરકારના સાંસદના જ ઘરે લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસે ફરિયાદ નોંધીને શંકાના આધારે 2 ઘરઘાટી યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે.
સાંસદ કિરીટ સોલંકીના ઘરે ચોરી