અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં પોલીસ FSL અને ફાયરના અંતિમ રીપોર્ટની રાહ જોઈ રહી છે, ત્યારે તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. હાલની તપાસમાં બહાર આવ્યું છે કે શ્રેય હોસ્પિટલમાં સ્પાર્ક થયાના 90 સેકન્ડમાં આખો વોર્ડ આગની ઝપેટમાં આવી ગયો હતો. તે સમયે 8 દર્દી સિવાય ચિરાગ, ડોકટર મિતવા, ગૌરવ અને PPE કીટ પહેરેલો વ્યક્તિ હાજર હતાં. જે વોર્ડના CCTVમાં દેખાયા છે. જ્યારે સ્પાર્ક બાદ ત્યાં ઓક્સિજનના સપ્લાયથી આગને એકદમ તેજીથી ફેલાવી હોવાનું પોલીસ માની રહી છે.
શ્રેય હોસ્પિટલના વોર્ડમા 90 સેકન્ડમાં આગે મોતનું સ્વરૂપ ધારણ કર્યું - The ward caught fire
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે. જેમાં ફાયર વિભાગ અને FSLનો રિપોર્ટ મહત્વનો રહેશે જેના આધાર પર મામલાની હકીકત સામે આવશે કે સેના કારણે આ આગ લાગી હોય, પરંતુ હાલમાં આગને લઇ એક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે.