અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી રોજગાર ભરતી મેળાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે શનિવારે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા-ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
અમરાઈવાડી બેઠક પર પેટા-ચૂંટણી જાહેર થતા આચારસંહિતા પણ લાગુ થઈ છે. જેના કારણે સરકાર દ્વારા રોજગાર ભરતી મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો.પરંતુ સરકાર દ્વારા તેની જાહેરાત ના કરાતા લોકો સવારથી જ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ખાલી હાથે પરત ફર્યા હતા. હવે નવી તારીખ ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે.