અમદાવાદ: જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં 348 અને 328 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય દસ્ક્રોઈ તાલુકામાં 258 કેસ નોંધાઈ ચુક્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના કેસ હાલ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં 58 લોકોના કોરોનાને લીધે મોત નિપજ્યા છે.
બાવળામાં પણ 158 કેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધુ છે જ્યારે શહેરથી થોડે દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ કોરોના પોઝિટિવનો આંકડો ઓછો છે.
અમદાવાદ ગ્રામ્યમાં 1.30 લાખ જેટલા લોકોનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી સ્થિતિ ન બગડે તેના માટે 87 હજાર ઘરોનું સેનિટેશન કરવામાં આવ્યું છે.