આ સંદર્ભે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, દર વર્ષે કોર્પોરેશન ફ્લાવર શોમાં ફૂલ અને વનસ્પતિથી હરીયાળી વિશે લોકોને માહિતગાર કરે છે, ત્યારે લોકો આગ જેવી ઘટનાને ગંભીરતાથી લે તેના માટે 'વી સર્વ ટુ સેવ'ની થીમને ફ્લાવર શોમાં મૂકવામાં આવી છે. લોકો આગની ઘટનાને ટાળવા માટે સલામતીના ઉપકરણો લગાવે તેવી આશા વ્યકત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ફ્લાવર શો 2020ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શહેરને ગ્રીન અને સ્વચ્છ રાખવાના હેતુથી કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુકત ઉપક્રમે મહત્મા ગાંધીની 150મી જન્મજંયતિ નિમિત્તે વિવિધ થીમ પર દેશવિદેશના લાખો ફૂલોનો ફ્લાવર શો આહલાદક ઠંડીમાં નગરજનોના મનોરંજનનું નવું સરનામું બની રહેશે.