અમદાવાદમાં તાપમાનનો પારો 44.3 ડીગ્રીએ પહોંચી ગયો છે. બીજીતરફ સતત બીજા દિવસે રાજ્યનું પાટનગર ગાંધીનગર પણ 44.4 ડીગ્રી તાપમાનમાં શેકાઈ રહ્યું છે. તેવામાં તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. દેશભરમાં ગરમીનો પારો ઉપર ચઢી રહ્યો છે.
ઉત્તર અરબીય સમુદ્રમાં રચાયેલી હાઈ પ્રેશરથી ગરમીના પ્રમાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તાપમાન વધતા જ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. તાપ અને ગરમીથી બચવા માટે લોકો મોટા પાયે AC અને પંખા સહિત કુલર જેવા સાધનોનો સહારો લઈ રહ્યાં છે. બીજીતરફ લોકો ઠંડા પીણા તરફ વળ્યા હોવાનું જણાઈ રહ્યું છે. હાલ તંત્ર દ્વારા અમદાવાદ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે બપોરના સમયે કામ વિના ઘર કે ઓફિસની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. આ તરફ હજી આગામી દિવસોમાં પણ આ તાપમાન યથાવત રહેશે.
શહેર | તાપમાન |
ગાંધીનગર | 44.4 |
અમદાવાદ | 44.3 |
સુરેન્દ્રનગર | 44 |
ડીસા | 43.3 |
રાજકોટ | 42.5 |
વડોદરા | 41.8 |