અમદાવાદઃ જિલ્લામાં દિવસે અને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહ્યી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે તેના સ્ટાફ અને અધિકારી કે જેઓ રેડ ઝોનના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં રહે છે, તેમને હાઇકોર્ટ ન આવવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે જે અધિકારી અને સ્ટાફના કર્મચારી રેડ ઝોન વિસ્તારમાં રહેતા હોય અને ક્વોરેન્ટાઇન પિરિયડમાં હોય તેવા લોકોએ હાઇકોર્ટ આપવાનું ટાળવું જોઈએ. ક્વોરેન્ટાઇન સમત પૂરું કર્યા બાદ જો કોઈ બીમારી ન હોય અને સ્વાસ્થ જણાતા હોય ત્યારે જ હાઈકોર્ટ આવું જોઈએ.
હાઇકોર્ટની રજીસ્ટ્રી વધુમાં આદેશ કર્યો છે કે, સ્પેશિયલ ઓર્ડરના આધારે જે કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. તેમના સિવાય અન્ય કોઇ કર્મચારી હાઇકોર્ટમાં આવશે નહિ. હાઇકોર્ટના જજને પણ હાઇકોર્ટમાં આવતા પહેલા ચીફ જસ્ટિસ પાસેથી મંજૂરી લેવી પડશે. નોંધનીય છે કે જ્યારથી કોરોના વકર્યું છે, ત્યારથી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફ્રેસિંગથી અરજન્ટ કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે.