ગુજરાતભરમાંથી UPSCની ફાઇનલ પરીક્ષામાં 18 ઉમેદવારો પાસ થયા છે. જેમાં SEBCના 7, જનરલના 3, SCના 6 અને STના 1 ઉમેદવાર સિલેક્ટ થયા છે. આ વખતની UPSC પરીક્ષામાં એક દિવ્યાંગ વિદ્યાર્થીએ પણ બાજી મારી છે. આ રીઝલ્ટમાં ટોપ કરનાર કનિષ્ટ કટારીયા કે જેણે IIT બોમ્બે કોલેજમાંથી B.TECના સ્નાતક થયા છે અને SC શ્રેણીના છે જ્યારે જયપુરના રહેવાસી છે.
કનિષ્ટે IIT બોમ્બેથી B.TECની ડીગ્રી હાંસલ કરી છે. યુપીએસસી પરીક્ષામાં તેમણે વૈકલ્પિક વિષય તરીકે ગણિતની પસંદગી કરી હતી અને ટોચનું સ્થાન મેળવ્યુ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018માં આયોજિત મુખ્ય પરીક્ષા અને ફેબ્રુઆરી માર્ચ 2019માં આયોજિત ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે ફાઈનલ મેરીટ બહાર પાડવામાં આવ્યું છે. કુલ 759 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં STના 61, SCના 128, OBCના 209 અને જનરલ કેટેગરીના 361 ઉમેદવારોનો સમાવેશ થાય છે.