અમદાવાદ-યુદ્ધ હોય કે પછી મહામારીઓ, પ્રતિકૂળ સંજોગો અને પરિવારની જવાબદારી વચ્ચે દર્દીની શુશ્ચૂષા માટે નર્સીસનું યોગદાન હંમેશા આદરને પાત્ર રહ્યું છે. ચેપથી મોતના દ્વારે પહોચાડતાં કોરોના પેનડેમિકના સમયમાં પણ વિવિધ હોસ્પિટલ્સમાં નર્સો નિષ્ઠાથી ફરજ બજાવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં સતત સાત દિવસ ડ્યૂટી કરી ઘેર પરત ફરેલાં નર્સ દ્રષ્ટિ પટેલે વિચાર્યું નહીં હોય કે ઘેર જશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવીને ઘરે આવેલી નર્સનું ફ્લેટવાસીઓ કર્યું આરતી અને ફૂલોથી સ્વાગત - અમદાવાદ
કોરોના મહામારીમાં એકતરફ જ્યાં તબીબી કર્મચારીઓ પર હુમલાના બનાવો બહાર આવી રહ્યાં છે ત્યાં તેઓને ફૂલડે વધાવવામાં આવતાં હોય તેવા સમાચાર પણ મળતાં રહે છે. અમદાવાદની એક કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારમાં દિવસો સુધી રહ્યાં બાદ ઘેર પરત ફરેલ નર્સનું આરતી અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવીને ઘેર આવેલ નર્સનું ફ્લેટવાસીઓ કર્યું આરતી અને ફૂલોથી સ્વાગત