અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો 105 પર પહોંચી ચૂક્યો છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં એક દિવસમાં જ સતત પોઝિટીવ કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે શહેર પોલીસ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે સ્ટ્રીક્ટ ચેકિંગ કરી રહી છે.
અમદાવાદના જમાલપુર, દરિયપુર, બાપુનગર જેવા વિસ્તારોમાં માસ કવોરંટાઇન કરવામાં આવ્યુ છે. ત્યારે લોકો વધુ માત્રામાં રોડ ઉપર ન નીકળે તે માટે પોલીસ દ્વારા કલમ 144 હેઠળ કેસ દાખલ કરવો, દંડ કરવો,વાહન જપ્ત કરવા જેવા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.
ફક્ત જમાલપુરમાં વહેલી સવારે 6 વાહનચાલકોના વાહન જપ્ત કરવામાં આવ્યાં છે. તો વગર કારણે રોડ પર વાહન લઇને ફરનારાં 12 લોકો સામે 188ની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.