ETV Bharat / state

માણસો દ્વારા ગટર સફાઈ અટકાવવી જરૂરીઃ હાઇકોર્ટ

author img

By

Published : Jul 9, 2019, 2:53 AM IST

અમદાવાદઃ રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંન્ગની પ્રવૃત્તિને રોકવા માટે જરૂરી નિર્દેશોની માંગ સાથે થયેલી અરજી મુદ્દે સોમવારે એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠે જે વિસ્તરોમા માણસો દ્વારા ગટર કે ટાંકા સાફ કરવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા શુ પગલાં લેવામાં આવ્યા તેનો રિપોર્ટ ત્રણ સપ્તાહ સુધીમાં રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

હાઈકોર્ટે સ્થાનિક નગર પાલિકાઓને માણસો દ્વારા ગટર કે ટાંકા સાફ કરાતા હોય તેવા વિસ્તારમાં પ્રવૃતિઓ અટકાવી રાજ્ય સરકારના ધ્યાને લાવવાનો આદેશ કર્યો છે. આ સાથે જ ગટર કે ભૂગર્ભ ટાંકા સાફ કરવા માટે માણસોને પ્રોટેક્ટિવ ગિયર્સ સિવાય ઉતરવા પર પણ હાઇ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં ખાળકૂવો સાફ કરવાની કામગીરીમાં 7 લોકોના મોત થયા હતા.

આ મુદ્દે રાજ્ય સરકારે જવાબ રજુ કરતાં જણાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિ માણસો પાસેથી ગટર કે ટાંકા સાફ કરાવશે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર પણ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓને સર્ક્યુલેટ કરી દેવામાં આવ્યું છે.

આ મુદ્દે વાતચીત કરતા અરજદારના વકીલ હિરક ગાંગુલીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગટર કે ટાંકા સાફ કરતા કર્મચારીઓની પરિસ્થિતિ સમજવા માટે કમિટીની રચના કરવાની જરૂર હતી. જોકે આજ દિવસ સુધી મોનીટરીંગ કે સર્વે કર્યો નથી. પાછલા છ વર્ષમાં ગટર કે ટાંકા સાફ કરતી વખતે મૃત્યુ પામ્યા છે તેની પણ કોઈ માહિતી રજૂ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ડભોઈમાં ગટર સાફ કરવા માટે ઉતરેલા સાત લોકોના મોત નિપજ્યા હતા અને તેમને વળતર પણ ચુકવવામાં આવ્યું નથી.

Intro:રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંન્ગની પ્રવૃત્તિને રોકવા માટે જરૂરી નિર્દેશોની માંગ સાથે થયેલી અરજી મુદ્દે સોમવારે એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠે જે વિસ્તરોમા માણસો દ્વારા ગટર કે ટાંકા સાફ કરવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે . રાજ્ય સરકાર દ્વારા શુ પગલાં લેવામાં આવ્યા તેનો રિપોર્ટ ત્રણ સપ્તાહ સુધીમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે...
Body:હાઈકોર્ટે સ્થાનિક નગર પાલિકાઓને માણસો દ્વારા ગટર કે ટાંકા સાફ કરાતા હોય તેવા વિસ્તારમાં પ્રવૃતિઓ અટકાવી રાજ્ય સરકારના ધ્યાને લાવવાનો આદેશ કર્યો છે...આ સાથે જ ગટર કે ભૂગર્ભ ટાંકા સાફ કરવા માટે માણસોને પ્રોટેક્ટિવ ગિયર્સ સિવાય ઉતરવા પર પણ હાઇ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરા ના ડભોઇ તાલુકાના ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં ખાળકૂવો સાફ કરવાની કામગીરીમાં 7 લોકોના મોટ થયા હતા.

આ મુદ્દે રાજ્ય સરકારે જવાબ રજુ કરતાં જણાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિ માણસો પાસેથી ગટર કે ટાંકા સાફ કરાવશે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે.. આ અંગેનો પરિપત્ર પણ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ ને સર્ક્યુલેટ કરી દેવામાં આવ્યું છે
Conclusion:આ મુદ્દે વાતચીત કરતા અરજદારના વકીલ હિરક ગાંગુલીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગટર કે ટાંકા સાફ કરતા કર્મચારીઓની પરિસ્થિતિ સમજવા માટે કમિટીની રચના કરવાની જરૂર હતી જોકે આજ દિવસ સુધી મોનીટરીંગ કે સર્વે કર્યો નથી.. પાછલા છ વર્ષમાં ગટર કે ટાંકા સાફ કરતી વખતે મૃત્યુ પામ્યા છે તેની પણ કોઈ માહિતી રજૂ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો...

તાજેતરમાં જ ડભોઈમાં ગટર સાફ કરવા માટે ઉતરેલા સાત લોકોના મોત નિપજ્યા હતા અને તેમને વળતર પણ ચુકવવામાં આવ્યું નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.