અમદાવાદ પાસેના ધોલેરા દરજી શેરીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી વીરબહાદુર સોનાર ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરે છે. પરિવારમાં પત્ની અને 2.5 વર્ષનો પુત્ર હતો. પત્ની શાંતાબેને પતિને નેપાળ વતનમાં જવાની વાત કરી હતી.
અગમ્ય કારણોસર શાંતાબેને શુક્રવારે ઘરે કોઈ હાજર ન હોવાથી 2.5 વર્ષના પુત્ર લક્ષમણનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ધોલેરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હજુ સુધી આ મામલે આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી.