અમદાવાદ: બંગાળની ખાડી પર સર્જાયેલી હળવા દબાણની સિસ્ટમને કારણે આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ અતિવૃષ્ટિની પણ સંભાવના રહેશે. શનિવાર અને રવિવારના દિવસો ગુજરાત માટે થોડા અઘરા સાબિત થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોએ વધુ સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે.
સુરત, વલસાડ, નવસારી, ડાંગ, મધ્ય ગુજરાતના કેટલાંક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠાના જિલ્લાઓએ વિશેષ સાવધાની રાખવી જરૂરી જણાય છે. જ્યારે 13મી જૂન સુધીમાં વિધિવત રીતે ચોમાસુ ગુજરાતને સ્પર્શી શકે છે.