અમદાવાદ: થોડાક દિવસો પહેલા ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભુસ્ખનલ થવાના કારણે પહાડ પરથી પથ્થરો પડતા એક કાર પર પડતા જ કારમાં સવાર પાંચ યુવકોના મોત થયા હતા જેમાંથી ત્રણ યુવકો અમદાવાદના હોવાથી તેમનું પોસ્ટમોર્ટમ કરી આજે હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
સપ્તઋષિ સ્મશાન ખાતે અંતિમ વિધિ: ઉત્તરાખંડમાં સર્જાયેલ ભુસ્ખલનમાં હરિદ્વાર થી કેદારનાથ જઈ રહેલા ગુજરાતના પાંચ યુવકો તે અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાંથી ત્રણ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેવાનું સામે આવ્યું હતું. ત્યારે આ ત્રણેય યુવકોને આજે અમદાવાદ ખાતે હવાઈ માર્ગ દ્વારા લાવવામાં આવ્યા હતા. આજે અમદાવાદ લાવ્યા બાદ તેમની અંતિમ વિધિ સાબરમતી નદીના કિનારે આવેલ સપ્તઋષિ સ્મશાન ગૃહમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં શહેરના લોકો જોડાયા હતા.
કાર ઉપર પથ્થર પડતા પાંચ યુવકોના મોત: 10 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું. ગુપ્ત કાશીથી ગૌરીકુંડના ધોરીમાર્ગ પર ફાટા નજીક આવેલ તરસાલી ખાતે ભૂસ્ખલન થયું હતું. જેનાથી અંદાજિત 60થી 70 મીટર જેટલો વિસ્તાર ધોવાઈ ગયો હતો. ધોરીમાર્ગ પર હરિદ્વારથી કેદારનાથ જઈ રહેલા ગુજરાતના પાંચ યુવકોની ત્યાંથી પસાર થઈ રહેલ કાર ઉપર પથ્થર પડતા ઘટના સ્થળ ઉપર જ પાંચે યુવકોના મોત થયા હતા. આ ભૂસ્ખલન થયાની જાણ થતા જ એનડીઆરએફની ટીમ ભારે વરસાદની સામનો કરીને ભારે ઝહેમત ઉઠાવીને તમામ મૃતદેહને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદના ત્રણ યુવકોના મોત: જેમાંથી ત્રણ યુવકો અમદાવાદના મણીનગર વિસ્તારના હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતના પાંચ યુવકોમાં જીગર મોદી, મહેશ દેસાઈ, પરીખ દિવ્યાંશ, મિન્ટુ કુમાર અને મનીષકુમાર નામના લોકોના મોત થયા હતા.