- નવો સુધારો બંધારણની વિરુદ્ધ છે
- સમાજને વિવિધ વાડામાં વહેંચી શકાય નહી
- નવા સુધારા ધર્મ, જાતિ અને વંશના નામે વિભાજીત કરે છે
અમદાવાદ : ગુજરાત સરકારે તાજેતરમાં અશાંતધારામાં નવા સુધારા કર્યા હતા. જેને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને દલીલોને અંતે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. અશાંતધારાં કરાયેલો સુધારો બંધારણના સિદ્ધાંત અને અમુખની વિપરીત છે, તેમજ બે સમાજને બે વડામાં વિભાજીત કરતો હોય તેવા સુધારા છે. ધર્મ, જાતિ અને વંશના નામે વિભાજીત કરે છે. જેને પગલે આ નવા સુધારાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
ધર્મના સ્થાનક પાસે તે ધર્મના લોકો જ રહે તેવી વાત
ગુજરાત હાઈકોર્ટમાં અશાંતધારામાં નવા સુધારા કરાયા તે અનુસાર કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. જે મુજબ એક સ્થળે એક સમુદાયના લોકો જ વસી શકે છે. હિન્દુ, જૈન અને મુસ્લિમ એક સાથે રહી શકે નહી. જે તે ધર્મના સ્થાનક પાસે તે ધર્મના લોકો જ રહે તેવી વાત કરે છે. આવા પ્રકારના વિભાજન કરતા નવા સુધારા સ્વીકારી શકાય નહી. એવી દલીલ સાથે ગુજરાત હાઈકોર્ટે અશાંતધારામાં કરેલા નવા સુધારાના અમલ સામે સ્ટે આપ્યો છે.