ETV Bharat / state

ભગા બારડની સજા પર સ્ટે ન આપવાના ચુકાદા મુદ્દે હાઇકોર્ટે સરકારને આપી નોટીસ - Gujarati News

અમદાવાદઃ તલાલાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડને ગીર-સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા પર સ્ટે ન આપવાના વેરાવળ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાતા જસ્ટિસ સોનિયા ગોકણીએ પ્રાથમિક દ્રષ્ટિએ આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 13મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ભગા બારડની સજા પર સ્ટે ના આપવાના ચુકાદા મુદ્દે હાઇકોર્ટે સરકારને નોટીસ પાઠવી
author img

By

Published : May 11, 2019, 9:45 PM IST

ભગા બારડને વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તે સજા પર વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે આપવાનો મનાઇ હુકમ કર્યો હતો. વેરાવળ સેશન્સ કોર્ટના ચુકાદાને ભૂલ ભરેલો અને અન્ય મુદ્દાઓને ધ્યાને લીધા વગર આપ્યો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન એટલે કે સ્ટે ફગાવી દેવાના નિર્ણય રદ કરતી પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા અને તેમના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.જેમાં જસ્ટિસ સોનિયા ગોકણી અગાઉ વેરાવળ કોર્ટ દ્વારા સજા પર જે સ્ટે આપવામાં આવ્યો હતો તેને રદ જાહેર કરતા કેસની ફરીવાર સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો.હાઇકોર્ટના આદેશ બાદ નવી સુનાવણી વેરાવળ સેશન્સ કોર્ટે સજા પર સ્ટે ના આપતા ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

Intro:Body:

ભગા બારડની સજા પર સ્ટે ન આપવાના ચુકાદા મુદ્દે હાઇકોર્ટે સરકારને નોટીઝ પાઠવી.

તલાલાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભગા બારડને ગીર-સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા પર સ્ટે ન આપવાના વેરાવળ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાતા જસ્ટિસ સોનિયા ગોકણીએ પ્રાથમિક દ્રષ્ટિએ આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.. આ મામલે વધુ સુનાવણી આગામી 13મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે....

ભગા બારડને વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારવામાં આવેલી સજા પર વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો..વેરાવળ સેશન્સ કોર્ટના ચુકાદાને ભૂલ ભરેલો અને અન્ય મુદ્દોઓ ધ્યાન લીધા વગર આપ્યો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન એટલે કે સ્ટે ફગાવી દેવાના નિર્ણય રદ કરતી પિટિશન દાખલ કરવામાં આવી છે...હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે...

ઉલેખયનીય છે કે ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા અને તેમના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકરવામાં આવ્યો હતો જેમાં જસ્ટિસ સોનિયા ગોકણી અગાઉ વેરાવળ કોર્ટ દ્વારા સજા પર જે સ્ટે આપવામાં આવ્યું હતું તેને રદ જાહેર કરતા કેસની ફરીવાર સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો...હાઇકોર્ટના આદેશ બાદ નવી સુનાવણી વેરાવળ સેશન્સ કોર્ટે સજા પર સ્ટે ન આપતા ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.