હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચન આપી છે કે, ઓન-લાઈન ફોર્મ કઈ રીતે ભરવા તે અંગેની માહિતી સરકાર પ્રચાર-પ્રસારના માધ્યમથી વહેતી કરે. બાળકોની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે, અને શાળાની કઇ રીતે ફાળવણી થાય છે એ અંગેની સંપૂર્ણ માહિતી રજૂ કરવાનો હુકમ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી આગામી 24મી એપ્રિલના રોજ હાથ ધરાશે. જેમાં હજુ મહત્વની બાબતે ચર્ચા કરવામાં
આ કેસમાં સંદીપ મુંજાસરાનો આક્ષેપ છે કે, દર વર્ષે RTE હેઠળ કેટલી બેઠક ખાલી રહી જાય છે અને સામે મોટી સંખ્યામાં બાળકો પ્રવેશથી વંચિત રહે છે. ઘણી વખત યોગ્ય રીતે ઓનલાઈન ફોર્મ ન ભરવામાં આવે તેમ છતાં આવું બને છે. સંદીપ મુંજાસરાએ જણાવ્યું કે, કઈ શાળામાં પ્રવેશ લેવો એ અંગેના ચોઇઝ ફીલિંગમાં 5 ઓપ્શન આપવામાં આવે છે, પરંતુ કેટલાક વાલીઓ માત્ર બે-ત્રણ શાળા જ પસંદ કરે છે. અને જો તે શાળામાં એડીમિશન ફૂલ થઈ જાય તો, બાળકો પ્રવેશથી વંચિત રહે છે. જેથી રાજ્ય સરકારે આ અંગે છાપા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર માહિતી લોકો સુધી પહોંચાડવી જોઈએ.
RTE હેઠળ બાળકોને શાળાઓમાં પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવે છે, તે અંગેની તમામ પ્રકિયા રાજ્ય સરકારને હાઇકોર્ટ સમક્ષ રજુ કરવાનો આદેશ કર્યો હતો. ગત્ વર્ષ 2018-19માં આશરે 33 હજાર જેટલા બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહ્યા હતા. અરજદારની માંગ છે કે, ગત વર્ષે કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને કઈ શાળામાં આપ્યા તે બધા નામ સાથેની માહિતી રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવે. અને કઈ શાળાને લઘુમતી ગણવામાં આવે ,છે એની પણ તમામ માહિતી રજૂ કરવામાં આવે.