- કોલસાનો ઉપયોગ ઘટાડી નેચરલ ગેસનો વધુ ઉપયોગ કરવો
- કોલસાનો ઉયોગ જોખમકારક- કોર્ટે
- આગામી સમયમાં કોર્ટ કરી શકે છે મહત્વનો હુકમ
અમદાવાદઃ રાજ્યમાં વધતા જતા હવાના પ્રદુષણ(Air pollution) મામલે આજે ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે વતાવરણમાં પ્રદુષણ ઘટે તે માટે LPG અને CNGનો વધુ ઉપયોગ કરવામાં આવે તેમજ સ્ટીમને વાતાવરણમાં બહાર કરતી ચીમનીઓ પણ બંધ કરવામાં આવે તેવા સૂચનો કોર્ટ સમક્ષ મુક્યા હતા.
કોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો, કેટલા કોલસાનો ઉપયોગ થાય છે તેની માહિતી છે
કોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે, કેટલા એકમો કોલસા(Coal)નો ઉપયોગ કરે છે તેની માહિતી છે આ સામે રાજ્ય સરકારે કોર્ટમાં રજુઆત કરી હતી. કોલસો એક માત્ર પ્રદુષણનું કારણ નથી. વાહનોનું પ્રદુષણ અને તેની સાથે બીજા પણ ઘણા અન્ય પ્રદુષણ પણ હાનિકારક છે. રાજ્ય સરકારની ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દુર રાખવા માટેની યોજના સામે ઉદ્યોગોને મળતી સબસીડીને કારણે ઉદ્યોગો રિમોટ એરિયામાં આવેલા છે. પરિણામે ત્યાં સુધી LPG અને CNGની લાઈનો બિછાવાઈ નથી. આમ આજે બંને પક્ષોને સાંભળી હાઇકોર્ટ આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરશે.
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટે 'રેરા એપલેટ ટ્રિબ્યુનલ'માં ખાલી પડેલી જગ્યા ભરવા બાબતે સરકાર પાસે માંગ્યો જવાબ
આ પણ વાંચોઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી