ચૂંટણી પંચે હાઈકોર્ટ સમક્ષ માહિતી રજૂ કરતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 6.96 લાખ જેટલા નવા મતદારો જોડાયા છે. જે પૈકી 3.35 પુરૂષ જ્યારે 3.60 લાખ મહિલા મતદાર નોંધવામાં આવ્યા છે. જેમાં154 જેટલા લોકો ટ્રાન્સઝેન્ડર સમુદાય સાથે સંકળાયેલા છે. લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે 3.16 લાખ મતદારોના નામ કમી કર્યા છે. જેમાં 1.63 લાખ પુરૂષ અને 1.53 લાખ મહિલા મતદારો સામેલ છે.
અરજદાર દ્વારા જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, લોકો નોંધણી કરાવવા છતાં પણ તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવતા નથી. કેટલાક લોકોના નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ચૂંટણીપંચ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અંગે ટિપ્પણી કરવા સમયની માંગ કરતા આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.