ETV Bharat / state

હાઇકોર્ટે બનાસકાંઠાના હત્યાના કેસમાં પુરાવાના અભાવે આરોપીઓને સજા મુક્ત કર્યા - High Court

અમદાવાદઃ બનાસકાંઠામાં થયેલી હત્યાના કેસમાં પુરાવાના અભાવે આરોપીઓને આજીવન કેદની સજાથી મુક્ત કરવામા આવ્યો છે. આરોપીએ પત્ની પર ખોટી નજર રાખતાં હોની શંકાએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં નોંધાયું છે. જેને આધારે આરોપીઓને સેન્સન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ આ કેસની અપીલ હાઇકોર્ટમાં કરી હતી. જેમાં હાઇકોર્ટને પુરાવાનો અભાવ લાગતાં આરોપીઓને સજામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટે
author img

By

Published : May 31, 2019, 5:06 AM IST

બનાસકાંઠાના ચાલદારા ગામ પાસે કોથળામાં કપાયેલી અવસ્થામાં ભાવેશ ઠાકોર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ ભાભોર પોલીસ મથક દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક ભાવેશ ઠાકોર આરોપીની પત્ની સોનલ ઠાકોર પર ખોટી નજર રાખતો હતો. જેથી તેના પતિ એટલે મુખ્ય આરોપી રમેશ ઠાકોરને જાણ થતાં અન્ય આરોપી સાથે મળીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતુ. આ કેસમાં બનાસકાંઠા સેસન્સ કોર્ટ દ્વારા બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ, પુરાવવાના અભાવ અને સાક્ષીઓના પલટી જવાના કારણે ગુજરાત હાઈકોર્ટે સજા રદ કરી આરોપીઓને સજા મુક્ત કર્યા છે.

આરોપી યોગેન્દ્ર ઠાકોર અને સોનલ ઠાકોરે વર્ષ 2018માં બનાસકાંઠા કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોર્ટે તમામ પાસાઓને ધ્યાને લીધા વગર જ ચુકાદો આપી દીધો છે.

હાઈકોર્ટે ચુકાદા દરમિયાન કેસના તપાસ અધિકારી PSI રાજેશભાઇએ તપાસ દરમિયાનના નિવેદનમાં જણાવ્યું હતું કે, પંચનામુ બનાવવાના એક દિવસ પહેલાં તેમણે હત્યાના સ્થળની મુલાકાત લીધી હતી. જેને આધાર રાખીને કોર્ટે ચુકાદો બદલ્યો હતો. હાઈકોર્ટમાં અરજદાર એટલે કે આરોપીઓના વકીલ યોગેનદ્ર ઠાકોરે દલીલ કરી હતી કે, બનાસકાંઠા સેસન્સ કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે, તેમાં સાક્ષીઓ અને પંચાનામાનો મેળ બેસતો નથી. તેમજ પોલીસ દ્વારા હત્યામાં જે હથિયાર ઉપયોગ કરાયો છે તેમાં પણ લોહીના ડાઘા ન હોવાની દલીલ કરી હતી. જેના કારણે પોલીસની કામગીરી પર પ્રશ્નો થયા હતા.

આરોપી રમેશ ઠાકોરની ગાડીમાં મૃતકને લઈ જવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસ દ્વારા તે ગાડીને કબ્જે કરવામાં આવી નથી. તેથી કેટલીક હદ સુધી આ કેસમાં આરોપીઓ સંકળાયેલા હોય એમ પુરવાર થતું નથી. ત્યારે સરકારી વકીલ એચ.કે પટેલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે,આરોપીઓ વિરૂધ પુરતા પુરાવવા અને સંડોવણી અંગેની વિગતો છે. જેથી બનાસકાંઠા સેસન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર લાગતી નથી.

આમ, હત્યાના આ કેસમાં બંને પક્ષો દ્વારા ચોટદાર દલીલો કરવામાં આવી હતી. તેમ છતાં આરોપીને ગુનેગાર કરતો એક પણ ચોક્કસ પુરાવો જોવા મળ્યો નહોતો. બીજી તરફ તપાસ અધિકારી દ્વારા બધુ જ વિગતો પુરવાર કરાઇ હતી કે, આરોપીએ લોહીના ડાઘના પુરાવા નષ્ટ કરવાં અને ગોબરનો ઉપયોગ કરાયા હોવાની વાતનો સ્વીકાર કર્યો હોવાનું જવાવ્યું હતુ. તેમ છતાં આરોપી પર હત્યાનો આરોપ સાબિત થતો ન હતો. જેથી હાઇકોર્ટે તેને આરોપીઓને આજીવનકેદની સજામાંથી મુક્ત કર્યા છે.

R_GJ_AHD_06_30_MAY_2019_PURAVVANA_ABHAV_ANE_SAKSHIO_FERVI_TODTA_HC_AAJIVAN_KED_NI_SAJA_RAD_KARI_AAROPI_O_NE_NIRDOSH_CHODYA_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - પુરાવવાના અભાવ અને સાક્ષીઓએ ફેરવી તોડતા હાઈકોર્ટે આજીવન કેદની સજા રદ કરી આરોપીઓને નિર્દોષ છોડયા.

બનાસકાંઠાના ચાલદારા ગામ પાસે કોથળામાં કપાયેલી અવસ્થામાં મળી આવેલી યુવકની લાશ કેસમાં બનાસકાંઠા શેસન્સ કોર્ટ દ્નારા બંને આરોપીને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને પુરાવવાના અભાવ અને સાક્ષીઓના પલટી જવાથી ગુજરાત હાઈકોર્ટે રદ જાહેર કરી આરોપીઓને નિર્દેષ છોડી મૂક્યા હોવાની વિગતો સામે આવી છે....

 આરોપી યોગેન્દ્ર ઠાકોર અને સોનલ ઠાકોરે વર્ષ 2018માં બનાસકાંઠા કોર્ટ દ્વારા આપવામાં  આવેલા ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો  કે કોર્ટે તમામ પાસાઓને ધ્યાને લીધા વગર જ ચુકાદો આપી દીધો છે. હાઈકોર્ટે ચુકાદા દરમ્યાન કેસના તપાસ અધિકારી પીએસઆઈ રાજેશ પરનારની ફલટ તપાસ દરમ્યાનના નિવેદનમાં જેમાં તેમણે જણાવ્યું હતું કે પંચનામુ બનાવવાના એક દિવસ પહેલાં તેમણે હત્યાના સ્થળની મુલાકાત લીધી હતી જેને આધાર રાખીને કોર્ટે ચુકાદો બદલ્યો હતો..

હાઈકોર્ટમાં અરજદાર એટલે કે આરોપીઓ વતી યોગેનદ્ર ઠાકોર તરફે દલીલ કરવામાં આવી હતી કે બનાસકાંઠા શેસન્સ કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે તેમાં સાક્ષીઓ અને પંચાનામાં મેચ થતાં નથી, વળી પોલીસ દ્વારા હત્યામાં જે હથિયાર ઉપયોગ કરાયો છે તેમાં પણ લોહીના ડાઘા ન હોવાની દલીલ કરી હતી...પોલીસની કામગીરી પર પ્રશ્નો સર્જતા રજુઆત કરી હતી કે આરોપી રમેશ ઠાકોરની ગાડીમાં હત્યા કરાયેલી લાશને લઈ જવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા તેને કબ્જે કરવામાં આવી નથી.. કેટલીક હદ સુધી આ કેસમાં આરોપીઓ સંકાળાયેલા હોય એમ પુરવાર થતું નથી.

સરકાર વતી વકીલ એચ. કે પટેલે હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે આરોપીઓ વિરૂધ પુરતા પુરાવવા અને સંડોવણી અંગેની વિગતો છે જેથી બનાસકાંઠા શેસન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર લાગતી નથી... તપાસ અધિકારી દ્વારા બધુ જ વિગતો પુરવાર કરવામાં આવી છે. જોકે આરોપી  પર લોહીના ડાઘાના પુરાવવા નષ્ટ કરવા ગોબરનો ઉપયોગ કરાયા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો..

આ સમગ્ર કેસની વિગત એવી છે કે બનાસકાંઠાના ચાલદારા ગામ પાસે ભાવેશ ઠાકોર નામના યુવાનની લાશ કપાયેલી અવસ્થામાં પ્લાસ્ટીકના કોથળામાંથી મળી આવી હતી. આ અંગેની  ફરિયાદ ભાભોર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી. આ મુદે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મૃતક ભાવેશ ઠાકોર આરોપીની પત્ની સોનલ ઠાકોર પર ખોટી નજર રાખતો હતો જેની તેના પતિ એટલે મુખ્ય આરોપી રમેશ ઠાકોરને જાણ થતાં અન્ય આરોપી સાથે મળીને હત્યા કરી હતી જોકે પુરતા પુરાવવાના અભાવ અને સાક્ષીઓ સપષ્ટ જુબાની ન મળતા હાઈકોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં છે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.