અમદાવાદઃ મારી પત્નીના ગર્ભમાં ઉછરી રહેલાં ટ્વિન્સ બાળકોના જન્મ સમયે હું હવે રુબરુ હાજર હોઇશ તેનો મને અનહદ આનંદ છે આ શબ્દો છે કોવિડ હોસ્પિટલમાંથી સાજા થઈને પરત ફરી રહેલા નવીનભાઈના. અમદાવાદના કુબેરનગરમાં રહેતા નવીનભાઇના પત્નીના ગર્ભમાં જોડિયા બાળકો ઉછરી રહ્યાં હતાં તો પોતે કોરોના પોઝિટિવ બનતા તેઓની ચિંતા બેવડાઇ હતી.
નવીનભાઇ કોરોના વોર્ડમાં દાખલ હતાં ત્યારે વિડીયો કોલ કરી સગર્ભા પત્ની સેજલબેનની કાળજી લેતાં હતાં. નવીનભાઈના લગ્નજીવનને 3 વર્ષ થવા છતાં નિ:સંતાન હતાં. ઘરે પારણું બંધાય તે માટે ઘણાં ડોક્ટર્સ પાસે દવા કરાવી હતી. 3 વર્ષને અંતે હાલ તેમની પત્નીના સારા દિવસો જઈ રહ્યાં છે. નવીનભાઈના પત્નીના ગર્ભમાં ટ્વિન્સ બાળકો ઉછરી રહ્યાં છે.
સગર્ભાવસ્થા દરમિયાન પત્નીને તબીબી સારવાર સાથે પતિની હૂંફની પણ જરૂર હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે એપ્રિલ માસમાં નવીનભાઈને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. નવીનભાઇના પત્ની સતત ચિંતિત રહેવા લાગ્યાં હતાં. હોસ્પિટલમાંથી જ્યારે નવીનભાઇએ સેજલબહેનને ફોન કરીને સિવિલમાં મળતી શ્રેષ્ઠ સારવારનો ચિતાર આપતાં ત્યારે સેજલબેન હાશકારો અનુભવતાં.
નવીનભાઈએ સતત 17 દિવસ સુધી કોરોના સામે ઝઝૂમી જંગ જીતી લીઘો. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની મહેનત અને શ્રેષ્ઠ તબીબી સારસંભાળને કારણે તેઓ સ્વસ્થ થઇને પરત ફરી રહ્યાં છે. રજા મેળવ્યા બાદ નવીનભાઇએ ભાવવિભોર થઇ કહ્યું કે હું ક્યારેય અમદાવાદ સિવિલ હોસ્પિટલનું ઋણ ચુકવી શકીશ નહીં. મારા આવનારા જોડીયાં બાળકો વિશે હું સતત વિચારતો રહેતો હતો. મને સાજો કરવા બદલ હું હ્રદયપૂર્વક ડોક્ટર્સ, નર્સનો આભાર વ્યક્ત કરું છું.
સિવિલની કોવિડ-19 હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમાર નવીનભાઈના કેસની વિગત આપતા જણાવે છે કે, નવીનભાઈ ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આવ્યાં હતાં તેઓને સૂકી ખાંસી, તાવ હતો ત્યારબાદ ન્યૂમોનિયા થતાં આઈસીયુ વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં. છેલ્લાં 7-8 દિવસથી કોઈપણ પ્રકારના લક્ષણો ન જણાતાં તેઓને રજા આપવામાં આવી છે.
જોડીયાં બાળકોના ભાવિ પિતાએ કોરોનાને આપી મ્હાત... - પિતા
અમદાવાદના કુબેરનગરમાં કોરોના સામે લડાઈ આપી જીત મેળવનાર નવીનભાઈનો અલગ કિસ્સો સામે આવ્યો છે. તેમના પત્નીના ગર્ભમાં જોડીયાં બાળકો ઉછરી રહ્યાં છે ત્યારે નવીનભાઈને કોરોના પોઝિટિવ આવતાં પરિવાર ભારે ચિંતામાં મૂકાઈ ગયો હતો. તેઓ સિવિલ કોવિડ હોસ્પિટલની સારવારમાં સાજા થઈ ગયાં છે.