હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત કરનાર કાર દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની છે અને કાર શૈલેષ પરમારનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો અને શૈલેશ પરમાર પોતે કારમાં નહોતા તેવું શૈલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અકસ્માત બાદ જ કાર ચાલક ફરાર થઇ ગયો હતો અને જાતે જ અકસ્માતના 19 કલાક બાદ પોલીસ સમક્ષ હાજર થયો છે.
પોલીસ હાલ શૈલેશ પરમારના ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસારની અટકાયત કરી છે. પોલીસે અકસ્માત સર્જનારી ઈનોવા કાર પણ કબ્જે કરી છે. અકસ્માત અંગે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જેમાં FSLની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. ખરેખર કાર દેવેન્દ્ર ભાવસાર જ ચલાવી રહ્યો હતો કે, નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. જરૂર જણાશે તો ધારાસભ્ય શૈલેશ પરમારનું પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવશે. હાલ પોલીસ માત્ર અટકાયતી પગલા લઈને તપાસ શરુ કરી છે.