અમદાવાદઃ હાથીજણ ખાતે આવેલી DPS ઈસ્ટ શાળાને બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી રિટ મુદે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ તરફે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
જેમાં અરજદાર દિલ્હી પબ્લિક સ્કુલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા પગલા લેવાયા હોવાનો ખુલાસો કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લગભગ સરખી સરકારના DPS સ્કુલ બંધ કરવાના નિર્ણયને પડકારતી 3 જેટલી અરજી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે સૌથી પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પરત ખેંચી લેવામાં આવી છે.
નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ અચાનક જ CBSE દ્વારા બોગસ NOCના આક્ષેપ સાથે શાળાની માન્યતા રદ કરી દીધી હતી. અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, વિધાર્થીઓના ભવિષ્ય ન બગડે તેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલા લઈ DPSને બંધ કરતા અટકાવવામાં આવે.