- કોન્સ્ટેબલે ગુમાવ્યા માતા - પિતા અને ભાઈ
- કોરોનાને કારણે એક જ પરિવારના 3ના મોત
- સારવાર માટે 17 લાખ ખર્ચ્યા છતાં જીવ ના બચ્યો
અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં જ એક પોલીસ કોન્સ્ટેબલના માતા - પિતા અને ભાઈને કોરોના થયો હતો. જે બાદ ત્રણેયનું અવસાન થયું હતું. તેમની સારવાર પાછળ 17 લાખ ખર્ચ્યા બાદ પણ જીવ બચાવી શક્યા નહીં.
કેવી રીતે થયા સંક્રમિત?B ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ધવલ રાવલના પરિવારમાં ગત 29 ઓક્ટોબરના રોજ તેના પિતા અનિલ રાવલ ફાર્મા કંપનીમાં જોબ કરતા હોવાથી કોરોના સંક્રમણ લાગ્યું અને તેનો ચેપ ધવલ રાવલની માતા નયના રાવલને લાગ્યો હતો. સાથે સાથે તમના ભાઈ ચિરાગ રાવલ પણ કોરોનામાં ઝપેટમાં આવી ગયા. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.સારવાર દરમિયાન ત્રણેયના મોતત્રણેયની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ 17 લાખ રૂપિયા થયો હતો. સારવાર માટે અન્ય લોકો પાસેથી ઉછીના લઇ હોસ્પિટલમાં ચુકવ્યા હતા. તેમ છતાં પરિવારના ત્રણ સભ્યોને બચી શક્યા નહતા. હાલ ધવલ રાવલ પર જાણે આફત તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કોરોનાને કારણે પોતાના ત્રણ લોકને ગુમાવ્યાં છે.