અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)સમક્ષ પ્રસાર માધ્યમોમાં જે જાહેરાતો બતાવવામાં આવતી હોય હોય છે તે જાહેરાતો પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને તેવી જાહેરાતો સામે પગલાં લેવાની માંગ સાથેની હાઇકોર્ટમાં જાહેરહિતની (Advertising policy)અરજી કરવામાં આવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા અમુક મહત્વની જાણકારી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે.
આ પણ વાંચોઃ Sokhada Haridham Controversy: ગુણાતીત સ્વામીના મોત મામલે હાઇકોર્ટેને અવગત કરાયા
પ્રસાર માધ્યમો માટેની માર્ગદર્શિકા તૈયાર - આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં નિવેદન આપ્યું છે કે, આ મામલે એક પોલીસી તૈયાર કરવામાં આવી છે અને પ્રસાર માધ્યમો માટેની માર્ગદર્શિકા(Advertising in marketing)પણ તૈયાર કરી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ જાહેરાતો સામેની કાર્યવાહી અંગેની પોલીસી પણ બે ત્રણ અઠવાડિયામાં અમલમાં પણ મૂકી દેવામાં આવશે.
ગ્રાહકોને ગેરમાર્ગે દોરશે તેમની સામે કડક કાર્યવાહી - આ ઉપરાંત પ્રસાર માધ્યમો (Advertising media)માટેની માર્ગદર્શિકાની પણ માંગ કરવામાં આવી હતી. આ પોલિસી તૈયાર કરવામાં આવી છે. પોલિસી દ્વારા જે પણ જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે હાલ પ્રસાર માધ્યમો ઉપર અસંખ્ય પ્રકારની જાહેરાતો આવતી હોય છે અને એમાં વિવિધ કંપનીઓ અને જે પ્રોડક્ટના ઉત્પાદનો દ્વારા પણ પોતાની પ્રોડક્ટ વેચાય તે માટે થઈને ગમે તે પ્રકારની જાહેરાતો બનાવતા હોય છે.
આ પણ વાંચોઃ ડેપ્યુટી કલેકટર તરીકે પ્રમોશન ન મળતાં અધિકારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
ગ્રાહકોને ખરાબ અનુભવ થતા હોય - એટલું જ નહીં પોતાની પ્રોડક્ટનું વેચાણ વધે તે માટે થઇને કોઈ પણ પ્રકારની જાહેરાત બનાવીને એનાથી ગ્રાહકો પ્રેરાય અને એ વસ્તુ ખરીદવા માટે થઈને પડાપડી કરે એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. પરિણામે ગ્રાહકોને ખૂબ જ ખરાબ અનુભવ પણ થતા હોય છે. એવી રજૂઆત સાથેની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.જેને લઇને આજે કેન્દ્ર સરકારે મહત્વની જાણકારી આપી હતી. આ સમગ્ર મામલે જુલાઈમાં આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.