- મેમ્કો બ્રિજ નીચેથી મળ્યો સગીરાનો મૃતદેહ
- સળગાવેલી હાલતમાં મળ્યો મૃતદેહ
- પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદ: અમદાવાદ શહેરના મેમ્કો બ્રિજ નીચેથી એક સગીરાનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે.
સગીરાનો મૃતદેહ મળી આવ્યો
મેઘાણીનગરના લોકો સવારે ચાલવા નીકળ્યા ત્યારે આ મૃતદેહ મળી આવ્યો હતો. જે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મુદ્દે તપાસ કરતાં સગીરાનો મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ અને ખાનગી રાહે તપાસ આગળ વધારી છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપાયો છે. જેથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસા થાય તેવી શક્યતા છે.