ETV Bharat / state

અમદાવાદમાં લાંબા સમય બાદ વરસાદનું વિધિવત આગમન

રાજ્યમાં વરસાદની આગાહીના પગલે લાંબા સમય બાદ મેધરાજાએ દેખા દીોધા હતા. બપોર બાદ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે લોકોએ રાહતની અનુભવી હતી.

લાંબા સમય બાદ વરસાદનું વિધિવત આગમન
લાંબા સમય બાદ વરસાદનું વિધિવત આગમન
author img

By

Published : Jun 25, 2020, 12:32 AM IST

અમદાવાદ : શહેરમાં અનેક દિવસોના ઉકળાટ બાદ મેઘરાજાનું અમદાવાદમાં આગમાન થયું છે. આજે બુધવારે બપોરે શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

લાંબા સમય બાદ વરસાદનું વિધિવત આગમન
અમદાવાદના નારણપુરા, ધરણીધર, પાલડી, પ્રહલાદ નગર, ખોખરા, શાહીબાગ, અમરાઈવાડી, નહેરૂનગર, નિકોલ, ઘોડાસર, એસજી હાઈવે, ઈસનપર, હાટકેશ્વર, વસ્ત્રાલ, વટવા, નરોડા સહિતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.અમદાવાદમાં આજે બુધવારે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. મેઘરાજા પણ શહેરીજનોને નિરાશ ન કરતા ગાજવીજ સાથે વરસ્યા છે. શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. વાદળોના કારણે વિઝિબિલીટીમાં પણ ઘટાડો થયો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.