ETV Bharat / state

ઈશરત જહાં નકલી એકાઉન્ટર કેસમાં 29 એપ્રિલે થઇ શકે છે સુનાવણી

author img

By

Published : Apr 17, 2019, 9:09 AM IST

Updated : Apr 17, 2019, 11:14 AM IST

અમદાવાદ: ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી એન.કે અમીન અને ડી.જી વણઝારા દ્વારા કેસ ડ્રોપની અરજી કરવામાં આવી હતી. જેની સામે ઈશરતની માતા દ્વારા કરાયેલી વાંધા અરજી સામે બચાવ પક્ષના વકીલ વી.ડી ગજ્જરે 16 એપ્રિલના સ્પેશિયલ CBI કોર્ટમાં દલીલ કરી હતી. આ મામલામાં સ્પેશિયલ કોર્ટ 29 એપ્રિલના સુનાવણી કરી શકે છે.

સ્પોટ ફોટો

સ્પેશિયલ CBI કોર્ટમાં બચાવ પક્ષના વકીલ વી.ડી. ગજ્જરે રજુઆત કરી હતી કે, ઈશરત અને તેના સાગરીતો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે પોલીસ અધિકારીઓએ કરેલી તેમની ફરજ અનૂરૂપ હતી. એટલુ જ નહી ઈશરતનું અપહરણ કરાયું ન હોવાથી સરકારે સંડોવાયેલા અધિકારીઓની સામે કેસ ચલાવવા માટેની પરવાનગી આપી ન હતી. એફબીઆઈના નિવેદનમાં હેડલીએ નોંધ્યું હતું કે, ઈશરત આતંકી પ્રવૃતિઓ સાથે સંકળાયેલો હતો. તેથી અધિકારીઓએ સમય અને સંજોગો તેમજ તેમની ફરજના ભાગરૂપ કાર્યવાહી કરી હતી.

કોર્ટમાં ઈશરતની માતા શમીમા કૌશરની વકીલ બ્રિન્દા ગ્રોવરે પણ 33 પાનાની લેખિત રજુઆત કોર્ટ સમક્ષ રજુ કરી હતી. ગત સુનાવણી દરમિયાન ઈશરતની માતા તરફથી વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે, સીઆરપીસીની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાથે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી, પરતું તેમનું અપહરણ કરીને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરોડા વિસ્તાર પાસે વર્ષ 2004માં મુંબઈની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કેટેગરી - અમદાવાદ, ગુજરાત

R_GJ_AHD_09_16_APRIL_2019_ISHARAT_ANE_TENA _SAGIRITO_GUNAHIT_ITIHAS_HOVATHI_POLICE_NI_KARYAVAH_YOGYA_NI_DALIL_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - ઈશરત અને તેના સાગરીતોનુંં ગુનાહિત ઈતિહાસ  હોવાથી પોલીસની કાર્યવાહી યોગ્ય હોવાની બચાવ પક્ષની કોર્ટમાં દલીલ.

વર્ષ 2004 ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે આરોપી એન.કે અમીન અને ડી.જી વણઝારા દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સામે ઈશરતની માતા દ્વારા કરાયેલી વાંધા અરજી સામે બચાવ પક્ષના વકીલ વી.ડી ગજ્જરે મંગળવારે સ્પેશલ CBI કોર્ટમાં દલીલ કરી હતી કે ઈશરત અને તેના સાગરીતો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે પોલીસ અધિકારીઓએ કરેલી તેમની ફરજ અનૂરૂપ હતી. આ મામલે બંને પક્ષની રજુઆત પૂર્ણ થઈ છે અને અગામી 29મી એપ્રિલના રોજ કોર્ટ ચુકાદો આપે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

સ્પેશયલ CBI કોર્ટમાં બચાવ પક્ષના વકીલ વીડી ગજ્જરે રજુઆત કરી હતી કે  ઈશરત અને તેના સાગરીતો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે પોલીસ અધિકારીઓએ કરેલી તેમની ફરજ અનૂરૂપ હતી. એટલું જ નહિ ઈશરતનું અપહરણ કરાયું ન હોવાથી સરકારે સંડોવાયેલા અધિકારીઓની સામે કેસ ચલાવવા માટેની પરવાનગી આપી ન હતી. એફબીઆઈના નિવેદનમાં હેડલીએ નોંધ્યું હતું કે ઈશરત આતંકીા પ્રવૃતિઓ સાથે સંકળાયેલી  હતી તેથી અધિકારીઓએ સમય અને સંજોગો તેમજ તેમની ફરજના ભાગરૂપ કાર્યવાહી કરી હતી.

કોર્ટમાં આજે ઈશરતની માતા શમીમા કૌશરની વકીલ બ્રિન્દા ગ્રોવરે પણ 33 પાનાની લેખિત રજુઆત કોર્ટ સમક્ષ રજુ કરી હતી. ગત સુનાવણી દરમ્યાન ઈશરતની માતા તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાતે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી પરતું તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

વર્ષ 2004માં  અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં , જાવેદ શેખ , અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.
Last Updated : Apr 17, 2019, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.