અમદાવાદ: ડો. જયંતિલાલ ગડા દ્વારા નિર્મિત, ‘છત્રપતિ’ નું ટ્રેલર પ્રેક્ષકોને હાઈ ઓક્ટેન એક્શન અને સ્ટોરમાં મનોરંજ પૂરું પાડશે. ફિલ્મના પ્રમોશન માટે ઈન્દોર, પટના, લખનૌ અને દિલ્હી પ્રમોશન બાદ કલાકાર શ્રીનિવાસ બેલમકોંડા અને નુસરત ભરુચા આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેલુગુ સુપરસ્ટાર શ્રીનિવાસ બેલમકોંડાના માટે બોલિવૂડ પ્રથમ ફિલ્મ છે. વી.વી. વિનાયક દ્વારા દિગ્દર્શિત લાર્જ કેનવાસ એક્શન-એન્ટરટેઈનરને લાર્જર-ધેન-લાઈફ સ્કેલ પર માઉન્ટ કરવામાં આવ્યું છે. એસએસ રાજામૌલીના પિતા અને પીઢ લેખક વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા સ્ટોરી લખવામાં આવી છે. 'RRR', 'બાહુબલી' સિરીઝ અને 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મમાં તેમના નોંધપાત્ર કામ કર્યું છે.
જાણો ફિલ્મની સ્ટોરી: છત્રીપતિ ફિલ્મની વાત કરવામાં આવે આ ફિલ્મમાં એક દિકરો પોતાની માતાને શોધવા ભાવનગરના અલંગ પહોંચે અને ત્યાં પોતાની માતાની સાથે ત્યાંના સ્થાનિક લોકોને કેવી રીતે મદદરૂપ થાય છે. તેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની શૂટિંગ ગુજરાતના અમદાવાદ, પોરબંદર અને ભાવનગર આ ઉપરાંત હૈદરાબાદના રામોજી ફિલ્મ સીટી ખાતે પણ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
છત્રપતિ ટ્રેલર ગમ્યુ: નુસરત ભરુચાએ જણાવ્યું હતું કે, ''છત્રપતિ ટ્રેલરને મળેલો પ્રતિસાદ અદ્ભુત રહ્યો છે. હું અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે અમદાવાદ આવીને રોમાંચિત છું. શહેરમાં એક અલગ ઊર્જા છે. અહીંના લોકો ઉષ્માભર્યા અને આવકારદાયક છે. હું અમારી ફિલ્મ સાથે દરેકના મનોરંજન માટે રાહ જોઈ શકતો નથી. આ ફિલ્મ કુલ ચાર ગીત મુકવામાં આવ્યા છે અને આ ફિલ્મ ગુજરાતના સિટીમાં શુટીંગ કરવામાં આવ્યું છે. પણ મારું મોટાભાગનું શૂટિંગ રામોજી ફિલ્મ સીટીમાં થયું છે.''