અમદાવાદ:સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પર હુમલો થયો હતો તે અંગે આપ દ્વારા રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી પર આક્ષેપ લગાવાયો હતો. જેના પગલે આજે અમદાવાદમાં વેજલપુર ખાતે આપ દ્વારા કુમાર કાનાણીના પૂતળાંદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પોલીસને પૂતળાંદહનના કાર્યક્રમ અંગે જાણ થતાં કાર્યક્રમ શરુ થાય એ પહેલાં જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જયારે આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના આગેવાનો કાર્યક્રમ માટે સ્થળ પર પહોચ્યાં ત્યારે તેમની સ્થળ પર જ અટકાયત કરી દેવામાં આવી હતી.