અમદાવાદઃ કોરોનાકાળમાં જ્યાં એકતરફ બધાં પ્રકારની પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ હતી તેવામાં અમદાવાદીઓને કૂતરાં કરડવાની ઘટનાઓ સતત બની છે. જોકે લોકડાઉનમાં એટલે કે માર્ચથી મે મહિના સુધીમાં જ 12,731 લોકોને શ્વાન કરડ્યાં છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાંઓનો આતંક: જાન્યુઆરીથી મેમાં 27,620 લોકોને કરડ્યાં જ્યારે જાન્યુઆરીથી મે સુધીમાં કુલ 27,620 લોકોને શ્વાને બચકાં ભર્યા છે. અમદાવાદીઓને કોરોનાની સાથે સાથે રખડતા શ્વાનનો પણ ડર સતાવી રહ્યો છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાંઓનો આતંક: જાન્યુઆરીથી મેમાં 27,620 લોકોને કરડ્યાં અમદાવાદ સ્માર્ટ સિટી છે. પરંતુ રખડતા શ્વાનની અને શ્વાને બચકા ભર્યાના આંકડાઓ જોતાં સ્માર્ટ સિટી છે કે કેમ તે અંગે પ્રશ્ન ઉભો થાય છે. કોર્પોરેશન દ્વારા કરાતી ખસીકરણની કામગીરીમાં ચૂક હોય તેવું ક્યાંકને ક્યાંક જણાઈ રહ્યું છે.