ETV Bharat / state

Tejashwi Yadav defamation case : આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી તમામ દલીલો થઇ પૂર્ણ, 28 ઓગષ્ટ કોર્ટ ચુકાદો આપશે

બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે થયેલી માનહાનિની ફરિયાદમાં ફરિયાદી પક્ષ તરફથી તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 28 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

Ahmedabad Crime : ગુજરાતીઓની માનહાનિ કેસમાં તેજસ્વી યાદવ સામે સમન્સની માગણી, 28મીએ ચૂકાદો આવી શકે

author img

By

Published : Aug 8, 2023, 7:39 PM IST

તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માટેની માંગ

અમદાવાદ : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવની મુશ્કેલી વધી શકે છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવા પર બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પંદર સાક્ષીઓની નિવેદન લેવામાં આવ્યા છે. આજની સુનાવણીમાં યાદવ સામે સમન્સ ઇશ્યુ કરવાની માંગણી કરવામાં આવી છે.

ચૂકાદો અનામત : મેટ્રોપોલિટન કોર્ટમાં આજની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં 202 અને 204 મુજબની ઇન્કવાયરી પૂર્ણ થઈ ચૂકી છે. કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે. આગામી સુનાવણી 28 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

15 સાક્ષીઓને તપાસવામાં આવ્યા : ફરિયાદીના એડવોકેટ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે આ મેટરમાં અત્યાર સુધીમાં કુલ 15 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. તમામ ઇન્કવાયરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

આજે અમારા તરફથી એ રજૂઆત કરવામાં આવી હતી કે જે પણ 15 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેમાં અત્યાર સુધીમાં 15 સાક્ષીઓએ અનુભવ્યું છે કે ગુજરાતીઓને ઠગ કહેવાથી તેમને પોતાને મનદુઃખ થયું છે. તમામ ગુજરાતીઓને ઠગ કહેવામાં આવ્યા છે તે બાબતને કોર્ટે હળવાશથી લેવી ન જોઈએ અને તેમની સામે આગળની કાર્યવાહી કરવા માટે સમન્સ ઇશ્યુ કરવું જોઈએ. આ કેસમાં 202 મુજબની ઇન્કવાયરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે 204 મુજબ એની સામે સમન્સ ઈશ્યુ કરી હાજર કરવામાં આવે...પ્રફુલ પટેલ (ફરિયાદીના વકીલ)

ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ : બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં સુનાવણી થઇ રહી છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહીને સંબોધ્યા છે જેથી તમામ ગુજરાતીઓનું અપમાન થયું છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કલમ 202 હેઠળ આ કેસમાં તપાસના આદેશ : આ કેસની ગત સુનાવણીમાં કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ આ કેસમાં તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં સૌપ્રથમ કોર્ટ બદનક્ષીની ફરિયાદ અંગે તપાસ કરશે અને ત્યારબાદ ફરિયાદીના પક્ષે અને સાક્ષીઓના પક્ષે પુરાવાઓને ધ્યાનમાં લઈને પ્રાથમિક કેસ બને છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી.

  1. Tejashwi Yadav Defamation Case: કોર્ટમાં વધુ બે સાક્ષીઓની જુબાની લેવાઈ, કહ્યું - તેજસ્વી યાદવના નિવેદનથી સાધુ સમાજની લાગણી દુભાઈ
  2. Tejashwi Yadav Case: તેજસ્વી યાદવની વધી શકે છે મુશ્કેલીઓ, 10 સાક્ષીઓએ કોર્ટ સમક્ષ આપી જુબાની
  3. Ahmedabad Metro Court : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ, સાક્ષીઓએ જુબાનીમાં શું કહ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.