ETV Bharat / state

Ahmedabad News: નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ - n divison police through transfer warrant

અમદાવાદ સિંધુભવન અકસ્માત કેસમાં ટ્રાન્સફર વોરંટથી પોલીસે નબીરા તથ્ય પટેલની ધરપકડ કરી છે. કેફેમાં થાર કાર ઘુસાડી દીવાલ તોડી હોવાના ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન સેટેલાઈટ તથ્યને સાબરમતી જેલમાંથી લાવવામાં આવ્યો હતો તેની પોલીસ મથકે જ કરવામાં આવી હતી.

tathya-patel-arrested-in-sindhu-bhavan-cafe-accident-case-by-n-divison-police-through-transfer-warrant

author img

By

Published : Aug 1, 2023, 6:33 AM IST

નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ

અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ સામે અત્યાર સુધીમાં 3 ગુના નોંધાયા છે. ઇસ્કોન બ્રિજ પરના અકસ્માત કેસમાં તેને રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જોકે તેની સામે અમદાવાદ શહેરના ટ્રાફિકમાં એન ડિવિઝન પોલીસ મથકે અન્ય એક ગુનો નોંધાયેલો હોય ટ્રાફિક પોલીસે કોર્ટમાંથી મંજૂરી મેળવી ટ્રાન્સફર વોરંટથી તથ્ય પટેલની ધરપકડ કરી હતી.

શું હતી ઘટના?: એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે નોંધાયેલો ગુનો જામીન લાયક હોય જેથી પોલીસે કસ્ટડી મેળવી તથ્ય પટેલની પૂછપરછ કરી તેને પરત સાબરમતી જેલ હવાલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલે થાર ગાડીથી સિંધુભવન રોડ પર અકસ્માત સર્જ્યો હતો. તથ્યએ થાર ગાડી ઓવરસ્પીડમાં ચલાવી મૌવ રેસ્ટોરન્ટની દીવાલ તોડી નાખી હતી. તેને લઈને એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન સેટેલાઈટ તથ્યને સાબરમતી જેલમાંથી લાવવામાં આવ્યો હતો તેની પોલીસ મથકે જ કરવામાં આવી હતી.

તથ્ય પટેલની ફરી ધરપકડ: આ અંગે ટ્રાફિકના ઇન્ચાર્જ એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 427 હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો જામીનપાત્ર હોવાથી પોલીસ સ્ટેશનની કાર્યવાહી પૂર્ણ કરી તેને જેલ પરત મોકલવામાં આવશે. N ડિવિઝન માં 3 જુલાઈએ તથ્ય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેફેની દિવાલમાં થાર કાર ઘૂસાડી દીધા હતી. તથ્યની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તે મોડી રાત્રે ક્યાં ગયો હતો કોન તેની સાથે ફરતો હતો. તેવા મુદ્દાઓ છે. જ્યારે તેની સાથે રહેલા અન્ય ચાર મિત્રોના નિવેદન પહેલેથી જ લેવાઈ ચૂક્યા છે. સીસીટીવી પણ પોલીસે કબજે લીધા છે.

  1. Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અંતે આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ ફાઈલ થઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ
  2. Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ પૂર્ણ, 5 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.