અમદાવાદ રાજ્યભરમાં ગણપતિ ગણપતિ બાપાની હર્ષો ઉલ્લાસ સાથે દસ દિવસ સુધી ઘરે પધરામણી કરીને (Ganesh Chaturthi 2022 )ભાવતા ભોજન ખવડાવવામાં આવ્યા અને પૂજા કરવામાં આવી (Ganesh Visarjan in Ahmedabad)હતી. આજે ગણપતિ બાપને વિસર્જન દિવસ હોવાથી શહેરમાં 50 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારમાં કુંડ તૈયાર આજે અનંત ચૌદસ (Anant Chaturdashi 2022 )એટલે કે ગણપતિની દસ દિવસ સ્થાપના કર્યા બાદ આજે તેમનું વિસર્જનનો દિવસ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં અંદાજિત 50 જેટલા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ બપોર બાદ તમામ કુંડ પર ગણપતિ વિસર્જન લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.
8 કરોડના ખર્ચે 50 જેટલા કુંડ અમદાવાદ કોર્પોરેશન દ્વારા 8 કરોડના ખર્ચે 50થી વધુ કુંડ બનાવવામા આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં 12 કુંડ,ઉતરઝોનમાં 15 કુંડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કુંડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 કુંડ બનવવામ આવ્યા છે.જેમાં ખાસ કરીને સાબરમતી નદીમાં ગણપતિ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હોવાથી રિવરફ્રન્ટ પર વિશાળ મૂર્તિ માટે મોટા કુંડ બનાવવામાં આવ્યા છે.જેમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
કુંડ પર તમામ સુરક્ષા કર્મચારી હાજર રહેશે આજ શહેરમાં મોટા પ્રમાણમાં વિસર્જન થતું હોવાથી સુરક્ષાને લઈ તૈયારી કરવામાં આવી છે. જેમાં ફાયર વિભાગના 260 કર્મચારી હાજર રહેશે. જેમાં સ્ટેશન ઓફિસર 14,સબ ઓફિસર 11,ડ્રાઇવર 36, જમાદાર 24, ફાયરમેન 160 આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગના સાધનોની વાત કરવામાં આવે તો 160 ડસ્ટબીન, સફાઈ કામદાર 278, ટ્રક 53 અને JCB 24 જેટલા રાખવામાં આવ્યા છે.