ETV Bharat / state

તીજોરીનું લોક રિપેરીંગ કરવાના બહાને ચોરી કરતો હતો, કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો - Ahmedabad city

અમદાવાદ શહેરમાં ચોરના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક ચોર અલગ અલગ વિસ્તારોમાં તીજોરીના તાળા રિપેરીંગ કરવાના બહાને ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતો હતો. પોલીસને બાતમી (Krishnanagar Police) મળી અને તેના આધારે તપાસ કરતા આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

તીજોરીનું લોક રિપેરીંગ કરવાના બહાને ચોરી કરતો હતો, કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો

author img

By

Published : Nov 16, 2022, 7:44 PM IST

Updated : Nov 17, 2022, 11:55 AM IST

અમદાવાદ શહેરમાં ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.કોરોના આવ્યા પછી ચોરીના બનાવોના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વાર ચોરીના બનાવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં (Krishnanagar area ahmedabad ) તીજોરીના તાળા રિપેરીંગ કરવાના બહાને ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનારા તસ્કરોને કૃષ્ણનગર પોલીસે(Krishnanagar Police ahmedabad) ઝડપી પાડ્યો છે.

તાળા રિપેરીંગ કરવાના બહાને આ ચોરો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરતા અને કહેતા કે અમે તીજોરીના તાળા રિપેરીંગ કરવા વાળા છીએ અને તેવું કહીને ચોરીને અંજામ આપતા હતા.પરંતુ આ ચોરનો કાળોકારોબાર લાંબો સમય ચાલ્યો નહી અને અમદાવાદ કૃષ્ણનગર પોલીસે ચોરની ધરપકડ કરી છે.

તીજોરીનું લોક રિપેરીંગ કરવાના બહાને ચોરી કરતો હતો, કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો

બાતમીના આઘારે તપાસ કૃષ્ણનગર પોલીસે (Krishnanagar Police ahmedabad) આ મામલે બાતમીના આઘારે કલ્યાણ ચોક પાસેથી જીવણસિંગ બિહારીસિંગ સીકલીગર નામનાં 55 વર્ષીય આધેડની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી મૂળ વડોદરાનો રહેવાસી છે. તેની પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના અને ચાંદીના સિક્કા એક સાયકલ એમ કુલ મળીને 5.21 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીએ આ મુદ્દામાલ કૃષ્ણનગર વિસ્તારમાંથી (Krishnanagar Police ahmedabad) ચોરી કર્યો હતો

ચોરીને અંજામ પકડાયેલો આરોપી અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને તાળા ચાવી બનાવવા નામે લોકોના ઘરમાં પ્રવેશ કરતો હતો. મકાનમાલિકની નજર ચુકવીને ચોરીને અંજામ આપતો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીના અન્ય ગુનાઓ અને તેની સાથે આ ગુનામાં કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Last Updated : Nov 17, 2022, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.