અમદાવાદ: આમદાવાદમાં પૂર્વ ક્ષેત્રમાં આસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે, પોલીસનો કોઈ ભય જ ન હોય, આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. આમદાવાદમાં પોલીસ એક આરોપીને પકડવા માટે 2 ગેંગની અદાવતમાં ગઈ હતી. આ દરમિયાન બીજા ગેંગના આરોપીઓ ત્યાં ઉપસ્થિત હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન પોલીસે હત્યા કરવાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.
પોલીસ પર તલવારથી હુમલો: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ મારામારી, લૂંટ, અને હત્યા જેવી ઘટનાઓ સમયાંતરે બનતી જાય છે. તેવામાં પૂર્વ વિસ્તારમાં લોકોની રક્ષા કરનારી પોલીસ જ અસામાજિક તત્વોથી સુરક્ષિત ન હોય તેવી ઘટના બની છે. રખિયાલ પોલીસ પર અસામાજિક તત્વોએ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. આ અંગે એચ ડિવીઝનના એસીપી આર.ડી ઓઝાએ જણાવ્યું હતું કે, આ અંગે આરોપીઓને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
1. વ્યાજખોરોનો ત્રાસ: સુસાઇડ નોટમાં સુરવાઇઝર સહિત 4ના નામ લખી સિક્યુરિટી ગાર્ડનો આપઘાત
2. Temperature of Surat: સુરત જિલ્લામાં વધશે ગરમી, 44 ડિગ્રીને પાર જશે તાપમાન
3. Rajkot unseasonal rains: પૂર્વ ધારાસભ્યએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સહાયની કરી માંગ
જાણો સમગ્ર ઘટના: રખિયાલ વિસ્તારમાં એક હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં આરોપી ફૈઝાન ઉર્ફે પતલી વોન્ટેડ હતો. જેને પકડવા પોલીસ તેના ઘરે પહોંચી હતી. જોકે, આ આરોપીના ઘરે તેના બાપુનગર વિસ્તારના દુશ્મન સરવર ઉર્ફે બિરાદર રાજપૂત સહીત અન્ય ચાર લોકો ત્યાં હાજર હતા અને તેણે પોલીસને જણાવ્યું કે, તમે જે આરોપીની ધરપકડ કરવા માટે આવ્યા છો, અમે તેમને મારવાના છિએ. માટે તમે અહિંથી જતા રહો. આ ઘટનામાં પોલીસ અને બીજા લોકો સાથે બોલાચાલી આ ઉપરાંત હાથાપાઈ થઈ હતી. આ દરમિયાન સરવર ઉર્ફે બિરાદર રાજપૂતે પોલીસકર્મી ઉપર તલવારથી હુમલો કર્યો હતો. તે જ સમયે ફૈઝાનનાં દુશ્મનોએ તલવાર લઈ પોલીસ કોન્સ્ટેબલ જયદેવ જાદવ પર હુમલો કર્યો હતો. જેમાં જયેશ જાદવ નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આરોપીઓ ફરાર: હાલ તો પોલીસકર્મીની ફરિયાદ પરથી રખિયાલ પોલીસે ચારથી પાંચ લોકો પર ફરિયાદ નોંધી છે. જે આરોપીઓમાં સરવર ઉર્ફે કડવો તેમજ આરીફ ઉર્ફે ધોચો, સલમાન ઉર્ફે પીતોના હાસ્મી, આમીન ઉર્ફે અગ્ગન કુરેશી સામે ગુનો નોંધાયો છે. આરોપી હજુ સુધી પકડાયા નથી. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું છે કે, હુમલો કરનારા આરોપીઓ બાપુનગર ક્ષેત્રના છે. અગાઉ એક દિવસ પહેલા 2 આરોપીઓએ આ ક્ષેત્રમાં આતંક માચાવી દિધો હતો અને હત્યાની પ્રયાસ કરવાનો ગુનો પણ બાપુનગર પોલીસ મથકમાં નોંધાયો હતો. તેવામાં આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોય તેઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમ કામે લગાડી છે.