અમદાવાદના પ્રસંગમ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલા સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. કથીરિયાના સમર્થકોએ હાર્દિક હાય-હાયના નારા પણ લગાવ્યા હતા.
હાર્દિકના કોંગ્રેસમાં જોડાયા બાદ જાહેરાત કરી હતી કે, હવે પાટીદાર અનામત આંદોલનની ડોર અલ્પેશ કથીરિયાને સોંપવામાં આવે છે, ત્યારે જે બેનર લગાવવામાં આવ્યાં હતાં. તેમાં અલ્પેશના ફોટો લગાવવા બાબતે કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. અલ્પેશ કથીરિયા જે હાલ સુરત ખાતે જેલમાં બંધ છે, તેના પિતાને ધક્કે ચઢાવ્યા હોવાનો આરોપ પણ અલ્પેશ કથીરિયાના સમર્થકોએ લગાવ્યો હતો.