ETV Bharat / state

Outgrowth Development : આઉટગ્રોથ જનસુખાકારીના વિકાસ માટે મુખ્યપ્રધાને 214 કરોડના કામોની આપી મંજૂરી

અમદાવાદ અને સુરત મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે 214 કરોડના કામો મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં ડ્રેનેજ અને પાણીના 6 કામો તેમજ સુરતમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધા માટે 76 કામો હાથ ધરાશે.

Outgrowth Development : આઉટગ્રોથ જનસુખાકારીના વિકાસ માટે મુખ્યપ્રધાને 214 કરોડના કામોની આપી મંજૂરી
Outgrowth Development : આઉટગ્રોથ જનસુખાકારીના વિકાસ માટે મુખ્યપ્રધાને 214 કરોડના કામોની આપી મંજૂરી
author img

By

Published : Apr 15, 2023, 4:06 PM IST

અમદાવાદ : મુખ્યપ્રધાનના દિશાદર્શનમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સુવિધાઓ માટે 37 ટકાનો માતબર વધારો સૂચવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ અને સુરત મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારમાં શહેરી જનસુખાકારી સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આઉટગ્રોથ વિકાસને લઈને મંજૂરી આપી છે. અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાએ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે કુલ રૂપિયા 214 કરોડના રજૂ કરેલી દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાને 3 નગરપાલિકાઓને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને પાણી પુરવઠા ભુગર્ભ ગટર યોજનાના કામો માટે આપી મંજૂરી

ક્યાં શહેર કેટલા વિકાસ કામો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાના આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ કામો સંદર્ભે રૂપિયા 138.46 કરોડના ખર્ચે ડ્રેનેજ તેમજ પાણીના 5 કામોની દરખાસ્તને અનુમોદન મળ્યું છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના વિવિધ 76 કામો માટે અંદાજીત 75.78 કરોડ રૂપિયાના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો : Ahmedabad News : નવા રીંગરોડની તૈયારીઓ, અનેક ગામડાઓ વિકાસના પાટે

માળખાકીય સુવિધાનો વધારો : રાજ્ય સરકારે માળખાકીય સુવિધાનો વધારો કરીને માનવ વિકાસ સૂચકાંક અને ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ રાખી છે. જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં અને તેની વધારેલી હદ આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રીટલાઈટ વગેરે સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના મામલે 2024 સુધી લંબાવવામાં આવી છે.

8086 કરોડની જોગવાઈ સાથે 2024 સુધી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ હેતુસર આ વર્ષે રાજ્યના શહેરી વિકાસ વિભાગના બજેટમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સુવિધાઓ માટે 37 ટકાનો માતબર વધારો સૂચવવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલી બનાવાયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂપિયા 8086 કરોડની જોગવાઈ સાથે 2024 સુધી લંબાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.