તક્ષશિલા કોમ્પ્લેક્સમાં થયેલા અગ્નિકાંડ બાદ ધરપકડ કરાયેલા કોર્પોરેશના ડેપ્યુટી એન્જીનિયર પરાગ મુન્શીએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. રિટ અરજી જસ્ટીસ વી.એમ પંચોલીની કોર્ટમાં પેન્ડિંગ હતી. ત્યારે ચાર્જશીટ દાખલ થતાં અરજદારના વકીલની રિટ પાછી ખેંચવાની માગને ગ્રાહ્યા રાખીને કોર્ટે કેસનો નિકાલ કર્યો હતો. જો કે, કોર્ટે અરજદારને ભવિષ્યમાં કોર્ટમાં જામીન અરજી કરી શકે એવી છૂટ આપી હતી.
ગત 24મી મેના રોજ સુરતના તક્ષશિલાના અગ્નિકાંડ બાદ સુરત સેસન્સ કોર્ટે દિકરીના લગ્નમાં હાજરી આપવા માટે આરોપી એન્જીનિયર પરાગ મુન્શીને 9મી જુલાઈના દિવસના માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં થયેલાં અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરી હતી.