ETV Bharat / state

ચૂંટણી પહેલા લાખોની કિંમતનો દારૂ અમદાવાદમાં સપ્લાય કરનાર ઝડપાયો - અનિલ ઉર્ફે કાલી સોલંકી નામના બૂટલેગરની ધરપકડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections )માં બીજા તબક્કાના મતદાનને આડે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch ) દારૂનો અમદાવાદમાં સપ્લાય કરનાર અનિલ ઉર્ફે કાલી સોલંકી નામના બૂટલેગરની ધરપકડ ( Bootlegger Kali Solanki arrested ) કરી છે.

ચૂંટણી પહેલા લાખોની કિંમતનો દારૂ અમદાવાદમાં સપ્લાય કરનાર ઝડપાયો

author img

By

Published : Dec 2, 2022, 9:31 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Elections )માં બીજા તબક્કાના મતદાનને આડે ગણતરીના કલાકો બાકી છે તેવામાં ફરી એક વાર મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch ) નરોડા GIDC મુઠીયા ગામ બસ સ્ટેન્ડ પાસેથી દારૂનો અમદાવાદમાં સપ્લાય કરનાર અનિલ ઉર્ફે કાલી સોલંકી નામના શખ્સને ઝડપી ( Bootlegger Kali Solanki arrested )લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિદેશી દારૂની 1248 બોટલો પકડાઇ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ.જે જાડેજાની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1248 બોટલો (95 પેટી) જેની કિંમત 4,63,200 તેમજ છોટા હાથી, લોડીંગ રીક્ષા, સ્વીફ્ટ અને બ્રેજા કાર અને બાઈક એક 8 વાહનો કબ્જે કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કુલ 22 લાખ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલો આરોપી ( Bootlegger Kali Solanki arrested ) નરોડા GIDC વિસ્તારમાં જ રહેતો હોવાથી તેની સાથેના સહ આરોપીઓ અંગે તપાસ હાથ ધરાઈ છે.

હીસ્ટ્રીશીટર આરોપી પકડાયેલો આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી ( Bootlegger Kali Solanki arrested ) સામે અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના 3 ગુનામાં નોંધાયા છે. તેમજ પોલીસ પર હુમલો કરવાના કેસમાં વર્ષ 2022 માં ઝડપાયો છે. 2020 માં સુરત અને 2022 માં ભુજ જેલમાં પાસા પણ ભોગવી ચુક્યો છે. તેવામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.