ETV Bharat / state

ખાનગી શાળાઓના શિક્ષકોની વેદના: વાલીઓ ફી નહીં ભરે તો અમને પગાર કેવી રીતે મળશે

ખાનગી શાળાના શિક્ષકો જણાવી રહ્યાં છે કે તેમને કોઈ જ પ્રકારની મદદ સરકાર તરફથી મળતી નથી અને હાલની પરિસ્થિતિ મુજબ ૧થી ૨ મહિના કોઈપણ શાળા તેમના શિક્ષકો, ગ્રાઉન્ડ સ્ટાફ, વોચમેન, બસ ડ્રાઇવર અને કંડક્ટરને પગાર આપવા માટે સક્ષમ છે. પરંતુ તેના પછીનું શું? જો વાલીઓ ફી નહી ભરે તો અમારું પણ શું થશે. કેમ વાલીઓ સમજી નથી રહ્યાં કે આ મુશ્કેલી એમના એકલાંની નથી પરંતુ બધાંની જ છે અને શા માટે તેઓ આ ચેન તોડી રહ્યાં છે.

ખાનગી શાળાઓના શિક્ષકોની વેદના: વાલીઓ ફી નહીં ભરે તો અમને પગાર કેવી રીતે મળશે
ખાનગી શાળાઓના શિક્ષકોની વેદના: વાલીઓ ફી નહીં ભરે તો અમને પગાર કેવી રીતે મળશે
author img

By

Published : May 8, 2020, 9:49 PM IST

અમદાવાદઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસની ભયંકર મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનનું પાલન સખ્તીથી કરાવવામાં આવી રહ્યું છે.તેમ જ માર્ચ મહિનાથી શાળાકોલેજો બંધ કરવામાં આવેલ છે. આગામી સમયમાં શાળાકોલેજો ક્યારે શરૂ થશે તે અનિશ્ચિતતા છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોવિડ 19 મહામારીમાં શાળાકોલેજો સૌથી પહેલાં બંધ કરવામાં આવી છે અને સૌથી છેલ્લે શરૂ થશે તે સ્વભાવિક છે.

શાળા કોલેજોમાં અભ્યાસ કરતા મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરિવારને રાહત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં લેવાતી ફીને ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાની રાહત આપી છે. તેમ છતાં વાલીઓ ફી ભરવા માટે આનાકાની કરી રહ્યાં છે ત્યારે શિક્ષકો માટે બાળકોને ભણાવવું અઘરું પડી રહ્યું છે.

ખાનગી શાળાઓના શિક્ષકોની વેદના: વાલીઓ ફી નહીં ભરે તો અમને પગાર કેવી રીતે મળશે
શિક્ષકો દ્વારા હવે બાળકોને આગળના ધોરણનું ભણવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે શિક્ષકો પાસે પણ પુસ્તકો નથી તેમ છતાં તેઓ પણ ઓનલાઇન રિસર્ચ કરીને બાળકોને બને તેટલું જ્ઞાન આપી રહ્યા છે અને તેમનાથી બનતા પ્રયત્નો કરીને બાળકો ની સમસ્યા નો સમાધાન કરી રહ્યા છે એને રોજ ભણાવીને તેમના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે પરંતુ જો વાલીઓ ફી નહીં ભરે તો શિક્ષકો માટે પણ તેમનું ઘર ચલાવવું અઘરું પડી રહેશે માત્ર શિક્ષકો જ નહીં પરંતુ શાળામાં કામ કરતાં અન્ય લોકો જેમ કે ડ્રાઇવર, એડમીન વિભાગ આ બધા માટે સ્કુલ ચલાવવી અઘરી બની રહે છે. ખાનગી શાળાના શિક્ષકો દ્વારા તેમની વેદના રજૂ કરવામાં આવી છે તેઓ જણાવી રહ્યા છે કે જો અમને પગાર નહીં મળે તો અમારું ઘર પણ કેવી રીતે ચાલશે અને જે પ્રમાણેનું પગાર હોય એ પ્રમાણેના લોનના હપ્તા ભરવા પડતા હોય છે તેમજ રાશન પણ લાગુ પડતું હોય છે પરંતુ જો અમને પણ પગાર નહીં મળે તો કેવી રીતે ચાલશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.