અમદાવાદ ખાતે આજે 1000 જેટલા વિદ્યાર્થીઓ મેટ્રો સ્ટડી ટૂર (metro study tour) કરાવામાં આવી હતી. જેમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં મેટ્રો (Metro in Ahmedabad ) દોડતી થાય એ નરેન્દ્ર મોદી સપનું હતું
નરેન્દ્ર મોદી સપનું આ પ્રસંગે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં મેટ્રો દોડતી થાય એ નરેન્દ્ર મોદી સપનું હતું. આજે તે સપનું તેમના જ સફળ નેતૃત્વ હેઠળ પરિપૂર્ણ થયું છે. તે વાતનો ખૂબ જ ગર્વ અનુભવાય છે. શિક્ષણપ્રધાન વધુમાં જણાવ્યું હતું કે, આજે આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ સાથે મેટ્રો સ્ટડી ટૂર કરી તેમાં વિદ્યાર્થીઓનો અત્યાધુનિક ટેકનોલોજી જાણવા પ્રત્યેનો ઉત્સાહ જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.
આધુનિક ટેકનોલોજી શિક્ષણપ્રધાન કહ્યું કે મેટ્રોનું સંચાલન, દેખરેખ તે અંગેની કામગીરી વગેરેને વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ રીતે નિહાળી છે. જેથી તેઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સમજ કેળવાશે. આ પ્રણાલીને પોતાની સમજી તેનું તેઓ સમજણપૂર્વક જતન કરશે.
મેટ્રો પ્રોજેક્ટ વધુમાં શિક્ષણપ્રધાન ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓની આ પ્રકારની જિજ્ઞાસા જોઈને ખૂબ જ આનંદ અનુભવાય છે. મેટ્રો પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જનસમુદાયને આધુનિક, સલામત, ઝડપી અને ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવાઓ નજીવા દરે પ્રાપ્ત થાય તે છે. ટ્રાફિકની સમસ્યાઓમાં પણ ઘટાડો થશે તેમ તેઓએ જણાવ્યું હતું.
વાર્તાલાપ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે વાર્તાલાપ કરીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ એસ.જે. હૈદર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામક જી. ટી.પંડ્યા તેમજ અમદાવાદ મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.