નર્મદા : તમિલનાડુથી આવેલા સૌરાષ્ટ્રિયન તમિલ મહેમાનોમાં ધોરણ -11માં અભ્યાસ કરતા હરિરામ નામનો વિદ્યાર્થી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ વિદ્યાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને આગવી રીતે સંગીતમય સુરાવલિ સાથે પ્રસ્તુત કરી હતી.
વડોદરાથી બસમાં આવ્યાં એકતા નગર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની શરૂઆત 17મી એપ્રિલે સોમનાથથી શરૂ થયો છે. સોમનાથ, દ્વારકા, સૌરાષ્ટ્રના મહત્વના સ્થળે ફરીને ટ્રેન મારફત વડોદરા સુધી યાત્રિકો આવ્યા હતા. સવારે વડોદરાથી બસ મારફત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને નાંદોદ ધારાસભ્ય દર્શના દેશમુખ વગેરેએ યાત્રિકોને ફૂલછડી આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે સહિત અગ્રણીઓ દ્વારા મહેમાનોને ઢોલનગારા, આદિવાસી નૃત્ય અને પહેરવેશ સાથે ખૂબ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો STSangamam : કેવિડયામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યાત્રીઓનું ભવ્ય સ્વાગત, મોંમાંથી સરી પડ્યાં આવા શબ્દો
છ બસો દ્વારા એકતાનગરની સફર ટેન્ટસિટી-2 ખાતે ભોજન બાદ યાત્રિકોને છ બસો દ્વારા ત્રણ અલગ અલગ ગ્રુપમાં એકતા નગરની સફરે લાવવામાં આવ્યા હતા. એકતા મોલમાં વિવિધ રાજ્યોના સ્ટોલ અને કલા, ચીજવસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન થાય છે તે નિહાળવા યાત્રિકોને લાવવામાં આવ્યા હતા. અહીં કલેકટર શ્વેતા તેવતિયા સાથે મન મૂકીને સેલ્ફી લેવાનો લહાવો લીધો હતો. મહિલાઓ, યુવાનો અને તમિલનાડુના વડીલો પણ સેલ્ફી લેવા અધીરા બન્યા હતા અને એકતાનગરની યાત્રાને યાદગાર બનાવવા સેલ્ફી ક્લિક કરી આનંદ દર્શાવ્યો હતો.
વિદ્યાર્થીની સંગીતમય પ્રસ્તૂતિએ રાજી કર્યાં એકતાનગરના આખા પ્રવાસમાં અને દિવસ દરમિયાન તમિલનાડુથી આવેલા ધોરણ 11માં અભ્યાસ કરતા હરિરામ નામના વિદ્યાર્થીએ રંગ જમાવ્યો હતો. હરિરામે પોતાના પ્રવાસ અને વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સંગીતમય સુરાવલી સાથે પ્રસ્તુત કરતાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ પણ વાંચો ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રીઓ ફર્યા ફેર ફૂદરડી
અધિકારીઓ મુલાકાતીઓ સાથે સેવામાં રહ્યાં સૌરાષ્ટ્રિયન તમિલ મહેમાનોને કોઇ અગવડ નપડે તેમ જ સુચારુ પ્રવાસ રહે તે માટે અધિકારીઓ સતત તેઓની સેવામાં હાજર જોવા મળ્યાં હતાં. બસમાં લવાયેલા યાત્રીઓને માઈક મારફતે તેઓને સ્થળની માહિતીઓ અને જરૂરી સૂચના તમિળ ભાષામાં આપવામાં આવી હતી. આ રીતે પ્રવાસીઓને ક્યાંય તકલીફ કે મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મુલાકાતીઓને વિવિધ પ્રોજેક્ટ નિહાળવા લઇ જવા માટે ઇલેક્ટ્રિક વાહનો, ઈ-કાર્ટ સહિતની સગવડ કરવામાં આવી હતી. તો યાત્રિકોની સલામતી માટે આરોગ્યવિભાગ દ્વારા મુલાકાતના તમામ સ્થળોએ મેડિકલ ટીમો પણ સાથે જોવા મળી હતી. ત્યારે મુલાકાતીની સલામતી માટે નર્મદા પોલીસ વિભાગ દ્વારા એસ્કોર્ટ સહિતની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી.