અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે જણાવ્યું હતું કે, કેટલાંક ઘરોને ખોટા લાયસન્સ અપાયા છે. તેમજ અમુક લિસ્ટેડ હેરિટેજ મકાનોમાં પરવાનગી વગર ફેરફાર કરવામાં આવ્યું છે. એટલે આ કોમર્શિયલ બાંધકામને અટકાવવા માટે વપરાશકર્તાઓ વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત 16 કોમર્શિયલ બાંધકામ, 7 ચાલુ બાંધકામો સહિત કુલ 31 બાંધકામો સીલ કરાયાં હતાં.
સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, દરેક હેરિટેજ મકાનો પર એક ચોક્કસ નંબર પણ છપાયા છે, અને જે મકાનોને નંબર આપવાના બાકી છે તેની કામગીરી વહેલી તકે હાથ ધરાવામાં આવશે. આ મકાનોને તોડવાની સખ્ત મનાઇ કરવામાં આવી છે. જો કોઇ આ મકાનો તોડવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. આમ, આ હેરિટેજ મકાનોને કોમર્શિયલ થતાં અટકાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.