ETV Bharat / state

શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગમાં તેજી, નવી લેવાલીથી સેન્સેક્સમાં 524 પોઈન્ટનો ઉછાળો - અમદાવાદ સ્ટોક એક્સચેન્જ

શેરબજારમાં વિક્રમ સંવત 2079ના નવા વર્ષના ( Stock Market New Year Trading in Ahmedabad ) મુહૂર્તના ટ્રેડિંગ નવી તેજીના ઉત્સાહ ( Stock Market New Year Trading )સાથે થયા હતાં. બીએસઈ સેન્સેક્સ 500થી વધુ અને નિફટી 150 પોઈન્ટથી વધુ ઉછળ્યા ( Sensex and Nifty up ) હતાં. નવા વર્ષે માર્કેટની ચાલ કેવી રહેશે તે અંગે જાણીએ.

શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગમાં તેજી, નવી લેવાલીથી સેન્સેક્સમાં 524 પોઈન્ટનો ઉછાળો

author img

By

Published : Oct 24, 2022, 8:27 PM IST

અમદાવાદ વિક્રમ સંવત 2079ના નવા વર્ષનો પ્રારંભ ફૂલગુલાબી તેજી ( Stock Market New Year Trading in Ahmedabad )સાથે થયો છે. બ્રિટનના વડાપ્રધાન પદે ભારતીય મtળના ઋષિ સુનકનું નામ નક્કી થઈ ગયું છે. જે સમાચારની શેરબજારના સેન્ટિમેન્ટ પર તેજીની અસર ( Sensex and Nifty up )પડી હતી. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઊંચા ગેપમાં ખુલ્યો હતો. નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ વધુ વધ્યા હતાં. જો કે ટ્રેડિંગ સેશન ( Stock Market New Year Trading )ના મધ્યભાગ પછી નફારૂપી વેચવાલી આવી હતી. જેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતાં.

બીએસઈ સેન્સેક્સ 500થી વધુ અને નિફટી 150 પોઈન્ટથી વધુ ઉછળ્યા

સેન્સેક્સમાં 524 પોઈન્ટનો ઉછાળો મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ( BSE Stock Market Sensex on Muhurt Trading ) 59,804.02 ખૂલીને શરૂમાં વધીને 59,994.25 થઈ અને ત્યાંથી ઘટી 59,307.15 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 59,831.66 બંધ થયો હતો, જે 524.51 બંધ થયો હતો, જે 524.51(0.88 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

વિક્રમ સંવત 2079ના નવા વર્ષનો પ્રારંભ ફૂલગુલાબી તેજી

નિફટી 154 પોઈન્ટ ઉછળ્યો નેશનલ સ્ટોક એક્સચેન્જનો ( BSE Stock Market Nifty on Muhurt Trading ) નિફટી ઈન્ડેક્સ 17,736.35 ખૂલીને શરૂમાં સડસડાટ વધીને 17,777.55 થઈ અને ત્યાંથી ઘટી 17,576.30 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 17,730.75 બંધ થયો હતો. જે 154.45(0.88 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

ભારતીય અર્થતંત્ર મજબૂત નવા વર્ષનો પ્રારંભ તેજી સાથે થતાં હવે આખુ વર્ષ તેજીના આશાવાદ સાથેનું રહેશે( Stock Market New Year Trading ) તેવી શુભેચ્છા શેરદલાલો આપતાં હતાં. વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારતીય ઈકોનોમી મજબૂત છે. પરિણામે શેરબજારમાં એફઆઈઆઈનું બાઈંગ ચાલુ રહ્યું હતું. જો કે બીજી તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ છે, જે તંગદિલી છે અને જે ચિંતાનું કારણ પણ છે. આથી શેરબજારમાં થોડીક સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. પણ શેરબજારમાં વિદેશી ફંડોની નવી લેવાલીને કારણે સ્થાનિક ફંડોની વેચવાલી ખવાઈ જતી હતી. અને માર્કેટમાં તેજીનો ટોન જળવાઈ રહ્યો છે.

આઈટી અને ફાર્મા શેર મજબૂત ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે, આથી આઈટી અને ફાર્મા શેરોમાં બાઈંગ જોવાઈ રહ્યું છે. તે ઉપરાંત બેકિંગ સેકટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે, આથી બેંક શેરોમાં નવી ખરીદીથી મજબૂતી રહી છે.

રીલાયન્સમાં નવું બાઈંગ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બીજા ત્રિમાસિકગાળાના ખૂબ જ પ્રોત્સાહક પરિણામ જાહેર થયા છે. કુલ નફો રૂ. 15,512 કરોડ નોંધાયો છે. ઓઈલ, કેમિકલ, જિઓ, રીટેઈલ સહિત તમામ બિઝનેસના સેકટરમાં સારુ પ્રદર્શન કર્યું છે. જેથી રીલાયન્સના શેરમાં પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી બાઈંગ હતું.

નવું વર્ષ નવી તેજીનો સૂર્યોદય લાવશે દીપક શાંતિ અમદાવાદ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ દીપક શાંતિલાલ શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વના અર્થતંત્રમાં ઉથલપાથલ છે. પણ સામે ભારતીય અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે. આવનારા વર્ષોમાં ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે. આથી દુનિયાભરના રોકાણકારો અને ફંડોની નજર ભારતીય કેપિટલ માર્કેટ પર છે. આવનાર વર્ષ શેરબજારમાં નવી તેજીનો સૂર્યોદય લઈને આવશે. મારી દ્રષ્ટિએ ઈન્ફ્રાસ્ટ્રકચર, ડીફેન્સ અને પીએસયુ સેકટરના શેરોમાં દરેક ઘટાડે બાય કરવું જોઈએ.

જિઓ પોલિટિકલ ટેન્શનથી સાવચેતી જરૂરી રાજીવ શાહ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ ( Ahmedabad Stock Exchange )ના ઉપપ્રમુખ રાજીવ એન. શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કંપની પરિણામો માથે છે, અને અત્યાર સુધી આવેલ પરિણામ સારા રહ્યા છે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે પણ સામે વિશ્વના દેશમાં ગરબડ છે. મોંઘવારી વધી છે અને વ્યાજ દર વધતા જઈ રહ્યા છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધથી જિઓ પોલિટિકલ ટેન્શન છે. સામે ભારત મજબૂત સ્થિતિમાં હોવા છતાં શેરબજારમાં સાવચેતીનું વલણ અખત્યાર કરવું જોઈએ. તાત્કાલિક ધોરણે કોઈ બહુ મોટી તેજી થઈ જાય તેમ દેખાતું નથી. મારી દ્રષ્ટિએ મેન્યુફેકચરિંગ અને કન્ઝ્યુમર સેકટરના શેરોના લાંબાગાળે શ્રેષ્ઠ વળતર આપશે.

ટોપ ગેઈનર્સ સ્ટોક સવા કલાકની મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં( Stock Market New Year Trading ) નેશ્લે 2.92 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.07 ટકા, લાર્સન 1.84 ટકા, એચડીએફસી બેંક 1.56 ટકા અને એસબીઆઈ 1.70 ટકાના ઉછાળા સાથે સૌથી વધુ ઊંચકાયેલા શેરોની યાદીમાં હતાં.

ટોપ લુઝર્સ સ્ટોક સૌથી વધુ ગગડેલા શેરોમાં એચયુએલ 3.05 ટકા અને કોટક મહિન્દ્રા 0.42 ટકાના ઘટાડા સાથે હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.