અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. જે લૉક ડાઉનના પ્રથમ દિવસે પણ પૂરા ગુજરાતમાં કરફ્યૂ જેવી સ્થિતિ છે. જો કે જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહી છે. લૉકડાઉનમાં આપ ઘેર જ રહો સુરક્ષિત રહો, તેવી અપીલ મહામંડલેશ્વર ભારતીબાપુ ઈટીવી ભારત માટે નર્મદાથી કરી રહ્યાં છે.
જૂનાગઢ, સરખેજ અને નર્મદામાં આશ્રમ ધરાવતા ભારતી બાપુ હાલ નર્મદા ખાતેના આશ્રમમાં છે, ત્યાંથી તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે કોરોના વાઈરસને ભગાડવા માટે આપ ઘરે રહ્યો, સુરક્ષિત રહો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કહેવા પ્રમાણે 21 દિવસ લૉકડાઉનનું પાલન આપણે કરીએ, સ્વસ્થ રહીએ. આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે માઁ જગદંબાને પ્રાથના પણ કરીએ કે માઁ કોરોનાનો નાશ કરજે.
ભારતી બાપુએ સંદેશ આપ્યો હતો કે, આપણે સૌ વડાપ્રધાનના કહેવા મુજબ સૌ ઘરમાં રહીએ. પરિવાર સાથે રહીએ, સૌનો સાથ સૌનો વિકાસ કરીએ. 21 દિવસોનો સંયમ પાળીશું. તો કોરોનો ભાગી જશે. ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે. ઘરે રહીને માતાજીની ઉપાસના કરીએ ભક્તિ કરીએ.